Home /News /entertainment /

'માસૂમ સવાલ'ના ડાયરેક્ટની વિરુદ્ધ FIR, સેનિટરી પેડ પર ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો જોઈ યુઝર્સ ભડક્યા

'માસૂમ સવાલ'ના ડાયરેક્ટની વિરુદ્ધ FIR, સેનિટરી પેડ પર ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો જોઈ યુઝર્સ ભડક્યા

સેનિટરી પેડ પર ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો જોઈ યુઝર્સ ભડક્યા

ફિલ્મ 'માસૂમ સવાલ'ની મુશ્કેલી વધી ગઈ છે. આ ફિલ્મના ડાયરેક્ટર અને ફિલ્મની આખી ટીમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ફિલ્મના ડાયરેક્ટર પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

    ફિલ્મ 'માસૂમ સવાલ'ની મુશ્કેલી વધી ગઈ છે. આ ફિલ્મના ડાયરેક્ટર અને ફિલ્મની આખી ટીમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ફિલ્મના ડાયરેક્ટર પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ગાજિયાબાદ જિલ્લાના પોલીસે સેનેટરી પેડ પર ભગવાન શ્રીકૃષ્ણની તસવીરના કારણે આ ફિલ્મ વિવાદમાં આવી છે.

    પોલીસના અનુસાર, હિન્દુ રાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ અમિત રાઠોડ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પછી FIR દાખલ કરવામાં આવી છે. સાહિબાબાદના પોલીસ અધિકારી (CO)સ્વતંત્ર સિંહે જણાવ્યું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 295 (કોઈપણ વર્ગના ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી પૂજા સ્થળને નુકસાન પહોંચાડવું અથવા અપમાનિત કરવું) અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

    ફરિયાદકર્તાએ આરોપ લગાવ્યો કે, ફિલ્મ નિર્માતાએ મહિલાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતા સેનેટરી પેડ પર ભગવાન કૃષ્ણની તસવીર પ્રકાશિત કરી છે, જે ફિલ્મના પોસ્ટર પર પણ દેખાય છે. તેમને કહ્યું કે, નિર્માતાના આ કૃત્યથી 'સનાતન ધર્મ'ના અનુયાયીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે, જેનાથી ઉત્તર પ્રદેશ અને સમગ્ર દેશમાં સાંપ્રદાયિક રમખાણો થઈ શકે છે.

    FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપી ફિલ્મ નિર્માતા અને તેની ટીમે દેશમાં આયોજનબદ્ધ રીતે સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

    ફરિયાદકર્તાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો સાહિબાબાદ અને ગાજિયાબાદ શહેરના બે થિયેટરની બહાર વિરોધ પ્રદર્શન કરશે. પોલીસે તે થિયેટર્સની સુરક્ષા વધારી દીધી છે, જ્યાં 'માસૂમ સવાલ' બતાવવામાં આવી રહી છે.

    સંતોષ ઉપાધ્યાયના ડિરેક્શનમાં બનેલી 'માસૂમ સવાલ'માં માસિક ધર્મ તથા તેની સાથે જોડાયેલી શરમ અંગે વાત કરવામાં આવી છે. ફિલ્મમાં નિતાંશી ગોયલ, એકાવલી ખન્ના, શિશિર વર્મા, મધુ સચદેવા, રોહિત તિવારી, વૃંદા ત્રિવેદી, રામજી બાલી, શશિ વર્મા છે. કમલેશ મિશ્રાએ ફિલ્મની વાર્તા લખી છે. ફિલ્મને રંજના ઉપાધ્યાયે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ પાંચ ઓગસ્ટે રિલીઝ થઈ છે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन