ટોક્યો ઓલંપિક (Tokyo Olympics)માં મેરી કોમે (Mary Com) હાર્યા બાદ પણ ઘણાં દિલ જીતી લીધા છે. આ વચ્ચે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ની મેરી કોમ અંગે શેર કરેલી પોસ્ટ ચર્ચામાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટોક્યો ઓલંપિક (Tokyo Olympics)માં ગુરૂવારનાં દિવસે ભારતીય ખેલ પ્રેમીઓ માટે થોડો નિરાશાજનક રહ્યો. બોક્સર મેરી કોમ (Mary Kom)ને કારમી હારની સાથે જ મેડલ જીતવાનું સપનું અધુરું રહી ગયુ અને ફેન્સને તેની હાર પસંદ ન આવી. પણ મેરી કોમે હાર્યા બાદ પણ ઘણાં લોકો તેને સલામ કરી રહ્યાં છે. આ વચ્ચે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ મેરી કોમ માટે જે પોસ્ટ શેર કરી છે તે ચર્ચામાં છે.
પ્રિયંકા ચોપરાએ મેરી કોમની એક તસવીર તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ શેર કરી છે. દેસી ગર્લે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર મેરી કોમ માટે પોસ્ટ લખી છે કે, 'અસલી ચેમ્પિયન આવાં દેખાય છે. ખુબજ સરસ મેરી કોમ. આપે અમને દર્શાવ્યું કે, જનૂન અને સમર્પણની સાથે દૂરી કેવી રીતે નક્કી કરવામાં આવે છે. આપ અમને દરરોજ પ્રેરિત કરો છો અને અમે ગૌરવાન્વિત કરો છો. આ સમય હાથ ઉઠાવવાનો છે.'
PHOTO-Twitter-@priyankachopra
પ્રિયંકા ચોપરા ઉપરાંત રણદીપ હુડ્ડાએ પણ મેરી કોમનાં વખાણ કર્યાં છે. રણદીપ હુડ્ડાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં મેરી કોમનાં વખાણ કરતાં લખ્યું છે, 'શું ફાઇટ હતી મેરી કોમ. આ કોઇપણ તરફ જઇ શકતી હતી મનોરંજન માટે આભાર. દિલ તુટી ગયુ છે.'
PHOTO-Twitter-@RandeepHooda
આપને જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરા અને રણદીપ હુડ્ડા ઉપરાંત ફરહાન અખ્તર, ઇશાન ખટ્ટર સહિત ઘણાં સ્ટાર્સે મેરી કોમનાં જુસ્સાનાં વખાણ કર્યા અને સોશિયલ મીડિયાનાં માધ્યમથી ભારતીય બોક્સરને પ્રેરણા જણાવતા તેનાં વખાણ કર્યાં છે. મેરીએ મહિલા બોક્સિંગમાં 51 કિલો વર્ગનાં પ્રી ક્વોર્ટર ફાઇનલમાં કોલંબિયાની બોક્સર વૈલેસિયાને 3-2થી હરાવી. પણ 38 વર્ષની ઉંમરમાં તે જે કોન્ફિડન્સ અને તાકાત સાથે રિંગમાં ઉતરી તેણે સૌનું દિલ જીતી લીધુ હતું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર