Home /News /entertainment /

'મારુ મન મોહી ગયુ': અનોખી પોતાનાં ખભે ઉચકીને અભયને હોસ્પિટલ લઇ જશે, શું બચી જશે અભય

'મારુ મન મોહી ગયુ': અનોખી પોતાનાં ખભે ઉચકીને અભયને હોસ્પિટલ લઇ જશે, શું બચી જશે અભય

મારુ મન મોહી ગયું

'મારુ મન મોહી ગયુ'માં અભય ફાઇનલી પોતાનાં દિલની વાત અનોખીને કરવાં જશે પણ તેની ઉપર હુમલો થશે જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઇ જશે. અભયને બચાવવા માટે અનોખી તેને પોતાનાં ખભે ઉચકીને હોસ્પિટલ લઇ જાય છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કલર્સ પરનાં મોસ્ટ પોપ્યુલર શૉ 'મારુ મન મોહી ગયું' માં આખરે અભયને અનોખી સાથે પ્રેમ થઇ જ ગયો છે. અને હવે તે પોતાનાં દિલની વાત અનોખીને કહ્યા વગર રહી શકે તેમ નથી તેથી જ તે તેને કહેવાં જાય છે. ત્યારે તેની ઉપર હુમલો થાય છે. આ હુમલામાં અભય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અને તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. પણ આ આખી ઘણી જ રોમાંચક ત્યારે થઇ જાય છે જ્યારે અનોખી અભયને પોતાનાં ખબે ઉચકીને હોસ્પિટલ લઇ જાય છે.



    જી હાં, અભય અનોખીની સામે પોતાના પ્રેમની રજૂઆત કરવા જવાનો હતો અને ત્યાં જ લોકેશે અભય પર હુમલો કર્યો અને અભય ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો છે.અનોખી અભયને પોતાના ખભે ઉચકીને હોસ્પિટલ લઇ જાય છે.અનોખી અને અભય બંને માટે અત્યારે પરીક્ષાની ઘડી ચાલી રહી છે.




    જુઓ અભય અને અનોખી એકબીજાનો સાથ આપી કેવી રીતે આ મુશ્કેલ સમય પાર કરશે. આ સમયે કેવી રીતે અભય અને અનોખી એકબીજાનો સાથ ઝંખશે અને પામશે. તો આજે સાંજે ૦૭:૩૦ વાગે માત્ર કલર્સ ગુજરાતી પર જોવાનું ન ચુકતા મારું મન મોહી ગયું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Abhay get indjured, Anokhi rescue abhay, Anokhi save abhay

    આગામી સમાચાર