મુંબઈ : ફિલ્મ નિર્માતાનો મંદિરમાં ગળેફાંસો ખાઈને આપઘાત

પપ્પુ લાડ (ફાઇલ તસવીર)

બુધવારે સવારે તેનો મૃતદેહ એમએસ અલી રોડ ખાતે આવેલા લંડનચા ગણપતિ મંદિરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

 • Share this:
  મુંબઈ : એનસીપી (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના પૂર્વ સભ્ય સંદાનંદ ઉર્ફે પપ્પુ લાડ (51)એ દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ ખાતે આવેલા એક મંદિરમાં આપઘાત કરી લીધો છે. પોલીસે બુધવારે આ માહિતી આપી હતી.

  પપ્પુ લાડ રાજકારણી ઉપરાંત ફિલ્મ નિર્માતા પણ હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે પપ્પુ લાડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બુધવારે સવારે તેનો મૃતદેહ એમએસ અલી રોડ ખાતે આવેલા લાડનચા ગણપતિ મંદિરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પપ્પુ લાડ આ મંદિરનો સ્થાપક હતો.

  મંદિર ખાતેથી એક સુસાઇડ નોટ પણ મળી આવે છે. સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે તે એક બિલ્ડર તરફથી સતત આપવામાં આવતા માનસિક ત્રાસને કારણે આપઘાત કરી રહ્યો છે.

  પોલીસે વધુમાં જણાવ્યું હતું કે પપ્પુ લાડના પુત્ર અંકુર લાડની ફરિયાદ બાદ આ કેસમાં આપઘાત કરવા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આઈપીસીની ધારા 306 અંતર્ગત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  જાણકારોના જણાવ્યા પ્રમાણે પપ્પુ લાડે એલજી પ્રોડક્શનના બેનર હેઠળ એક મરાઠી ફિલ્મ બનાવી હતી.

  પપ્પુ લાડ મહારાષ્ટ્રના નેતા છગન ભુજબળનો સમર્થક હતો. તેણે "બાપ માનુસ" નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન પણ તેણે જ કર્યું હતું, તેમજ ફિલ્મની વાર્તા પણ તેણે જ લખી હતી. તેણે પોતાના જીવનકાળ દરમિયાન 15 જેટલી ફિલ્મો બનાવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: