Home /News /entertainment /

Maria Goretti Birthday : જ્યારે અરશદ વારસી કામ માટે ભટકતો હતો, ત્યારે પત્ની મારિયા ગોરેટીએ આપ્યો હતો પૂરો સાથ

Maria Goretti Birthday : જ્યારે અરશદ વારસી કામ માટે ભટકતો હતો, ત્યારે પત્ની મારિયા ગોરેટીએ આપ્યો હતો પૂરો સાથ

મારિયા ગોરેટી જન્મદિવસ

Maria Goretti Birthday : એક સમય હતો જયારે અરશદ વારસી (Arshad Warsi) કામ માટે ભટકતો હતો. એ સમયે તેની પત્ની મારિયા ગોરેટી (Maria Goretti)એ તેને પૂરો સાથ આપ્યો હતો. મારિયા આજે તેનો 50મોં જન્મદિવસ (Birthday) ઉજવી રહી છે.

    Maria Goretti Birthday : કહેવાય છે કે, દરેક સફળ વ્યક્તિ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. આવું જ કઈંક બૉલીવુડ (Bollywood) એક્ટર અરશદ વારસી (Arshad Warsi) માટે છે. એક સમય હતો જયારે અરશદ વારસી કામ માટે ભટકતો હતો. એ સમયે તેની પત્ની મારિયા ગોરેટી (Maria Goretti)એ તેને પૂરો સાથ આપ્યો હતો. મારિયા આજે તેનો 50મોં જન્મદિવસ (Birthday) ઉજવી રહી છે. મારિયાનો જન્મ 26 જાન્યુઆરી,1972માં ગોવા (Goa)માં થયો હતો. આજે મારિયાના જન્મદિવસ પર તેની કેટલીક અજાણી વાતો જાણીએ.

    મારિયા ગોરેટીએ 90ના દાયકામાં MTV પર એક VJ તરીકે કામ કર્યું હતી. જે સમયે મારિયા પોતાની સ્ટાઈલથી લોકોમાં ફેમસ હતી. કોલેજના સમયની વાત છે જયારે મારિયા ગોરેટી અરશદ વારસી ડાન્સ ટ્રુપમાં જોડાઈ અને અહીંથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. મારિયા અને અરશદ 14 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. આજે બંનેને 2 બાળકો છે, પુત્ર ઝેક ઝિદાન અને પુત્રી રેની.

    મારિયા ગોરેટીએ પોતાની કારકિર્દીની શરૂઆત મૉડલિંગથી કરી હતી પરંતુ 90ના દાયકામાં ટીવીએ તેને ઓળખ અપાવી. મારિયા એમટીવીમાં વીજે તરીકે કામ કરતી હતી.

    અરશદ વારસીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેણે પોતાના કરિયરની શરૂઆત અમિતાભ બચ્ચનના બેનર ABCL હેઠળ બનેલી ફિલ્મ 'તેરે મેરે સપને'થી કરી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ દરમિયાન અરશદને ત્રણ વર્ષ સુધી કામ ન મળ્યું અને તે બેરોજગાર રહ્યો. તે કામ મેળવવા માટે ભટકતો રહ્યો. આ દરમિયાન તેની પત્ની મારિયા ગોરેટીએ તેને ઘણો સાથ આપ્યો હતો.

    આ પણ વાંચોRepublic day 2022 : 'એ મેરે વતન કે લોગો...' ગીત પાછળની કેટલીક રસપ્રદ વાતો, ...જ્યારે અસલ નકલ સાંભળીને લતાજી રડી પડ્યા હતા

    મારિયાએ ફિલ્મ 'સલામ નમસ્તે'માં તેના પુત્ર અને પતિ સાથે કામ કર્યું છે. વર્ષ 2003માં અભિનેતા દિગ્દર્શક રજત કપૂર દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ 'રઘુ રોમિયો'માં મારિયાએ કામ કર્યું હતું. આટલું જ નહીં, 2009માં મારિયાએ એનડીટીવી ગુડ ટાઈમ્સ પર એક હોસ્ટિંગ પણ કર્યું હતું. મારિયા પોતાનું કામ અને પરિવાર સારી રીતે સાંભળે છે. આ સાથે જ મારિયા એક સારી કૂક પણ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Arshad Warsi, Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    આગામી સમાચાર