સમયસર ઍમ્બ્યુલન્સ ન મળતાં અભિનેત્રી અને નવજાતનું મોત

પૂજા ઝુંઝારે પ્રેગનન્સીના કારણે ફિલ્મોથી બ્રેક લીધો હતો. (ફાઇલ તસવીર)

પૂજા ઝુંજારે બે મરાઠી ફિલ્મોમાં લીડ અભિનેત્રીનું પાત્ર ભજવ્યું છે, પ્રેગનન્સીના કારણે ફિલ્મોથી થોડા સમયનો બ્રેક લીધો હતો

 • Share this:
  મુંબઈ : મરાઠી ફિલ્મો (Marathi Films)માં કામ કરી ચૂકેલી અભિનેત્રી અને તેમના બાળકનું સમયસર ઍમ્બ્યુલન્સ (Ambulance) ન મળતાં મોત થયું છે. પૂજા ઝુંજાર (Pooja Zunjar) નામની 25 વર્ષની આ અભિનેત્રીએ રવિવારે મહારાષ્ટ્ર (Maharashtra)ના હિંગોલી જિલ્લાની હૉસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. જન્મના થોડો સમય પસાર થતાં જ નવજાતનું મોત થઈ ગયું, જ્યારે ઍમ્બ્યુલન્સ ન મળવાના કારણે પૂજાને પણ ન બચાવી શકાઈ.

  પૂજાના સગા-સંબંધીઓનું કહેવું છે કે, જો તેમને સમયસર ઍમ્બ્યુલન્સ મળી હોત તો આ બાળકને બચાવી શકાયું હોત. આ ઘટના મુંબઈથી 600 કિલોમીટર દૂર હિંગોલી જિલ્લા (Hingoli District)ની છે. પોલીસ (Police) દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, પૂજાને રવિવાર સવારે ગોરેગાંવના પ્રાઇમરી હેલ્થ સેન્ટર (Primary Health Centre)માં લાવવામાં આવી હતી, ત્યારબાદ તેને લેબર પેઇન શરૂ થઈ ગયું. પોલીસ અનુસાર બાળકનું જન્મના થોડા સમય બાદ જ મોત થઈ ગયું.

  પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પ્રાઇમરી હેલ્થ સેન્ટરના ડૉક્ટરે પૂજાના પરિવારને સલાહ આપી હતી કે તેઓ તેને હિંગોલી સિવિલ હૉસ્પિટલ (Hingoli Civil Hospital)માં દાખલ કરાવી દે. એવામાં પરિવાર ઍમ્બ્યુલન્સ શોધવાનો પ્રયાસ કરવા લાગી, પરંતુ તેમને ઍમ્બ્યુલન્સ ન મળી. જોકે, તેઓ કોઈક રીતે એક પ્રાઇવેટ ઍમ્બ્યુલન્સ શોધીને લાવ્યા, પરંતુ રસ્તામાં જ પૂજાનું મોત થઈ ગયું.

  પૂજાના પરિવારના નિવેદનના આધારે એક મેડિકો-લીગલ કેસ નોંધવામાં આવ્યો છે. પૂજાએ બે મરાઠી ફિલ્મોમાં લીડ અભિનેત્રીનું પાત્ર ભજવ્યું છે. તેઓએ પ્રેગનન્સીના કારણે ફિલ્મોથી થોડા સમયનો બ્રેક લીધો હતો.

  આ પણ વાંચો,

  આ ગુજરાતીને મળશે બ્રિટનના વડાપ્રધાન કરતા પણ શક્તિશાળી પદ?
  પતિએ પત્નીનું ગળુ કાપી કરી હત્યા, દિવ્યાંગ સસરા ન કરી શક્યા પુત્રવધૂની મદદ
  Published by:Mrunal Bhojak
  First published: