Home /News /entertainment /રહસ્ય બન્યું શ્રીદેવીનું મોત, 48 કલાકમાં ત્રણ વખત બદલાયું મોતનું કારણ

રહસ્ય બન્યું શ્રીદેવીનું મોત, 48 કલાકમાં ત્રણ વખત બદલાયું મોતનું કારણ

શ્રીદેવી (ફાઈલ ફોટો)

24 ફેબ્રુઆરીના રોજ રાત્રે દુબઇથી સમાચાર આવ્યા કે સોનમ કપૂરના ભાઈના લગ્નમાં ગયેલી બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનું મોત થઈ ગયું છે.

  શ્રીદેવીનાં મોતને લઈને ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રીનું મોત બાથટબમાં ડૂબી જવાને કારણે થયું હતું. જોકે, આ કારણ સુધી પહોંચવા માટે શ્રીદેવીના મોતને લઈને અનેક સમાચાર આવતા રહ્યા હતા. છેલ્લા બે દિવસમાં મોતને લઈને અનેક દાવા કરવામાં આવ્યા હતા. દર કલાકે મોતની નવી થિયરી સામે આવી રહી હતી.

  24 ફેબ્રુઆરીના રોજ રાત્રે દુબઇથી સમાચાર આવ્યા કે સોનમ કપૂરના ભાઈના લગ્નમાં ગયેલી બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીનું મોત થઈ ગયું છે. અચાનક મોતના સમાચાર સાંભળીને દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. લોકો તેના મોતનું કારણ જાણવા માંગતા હતા કે એવું તો શું થયું કે અચાનક તેણે દુનિયાને અલવિદા કહી દીધી. પ્રાથમિક કારણ આપવામાં આવ્યું કે હૃદયરોગનો હુમલો આવવાને કારણે તેનું મોત થયું હતું.

  શ્રીદેવીને હૃદયરોગનો હુમલો આવ્યાના સમાચાર 25મી ફેબ્રુઆરી સુધી દુનિયાભરમાં ફેલાઈ ગયા હતા. તેના ચાહકો આ વાત પર વિશ્વાસ કરી રહ્યા ન હતા. આવા જ સમયે તેના મોતને લઈને વધુ એક વણાંક આવ્યો હતો.

  25મી ફેબ્રુઆરીના રોજ બપોરે સમાચાર આવ્યા કે દવાઓના ઓવરડોઝને કારણે તેને હાર્ટ એટેક આવ્યો હતો. આના અંગે કહેવામાં આવતું હતું કે શ્રીદેવી યુવા રહેવા માટે અમુક દવા લઈ રહી હતી, તેમજ તેણીએ લિપ સર્જરી કરાવી હતી. આ જ દવાઓના ઓવરડોઝને કારણે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જોકે, ડોક્ટર્સે આવી દવાઓને કારણે કોઈને એટેક આવે તેવી વાતથી ઇન્કાર કરી દીધો હતો. તેના પરિવારના સભ્ય સંજીવ કપૂરે તેને હાર્ટની કોઈ બીમારી ન હોવાનું જણાવ્યું હતું.

  જ્યારે લોકો આ વાત પર વિશ્વાસ કરે ત્યારે વધુ એક નવી વાત મીડિયામાં સામે આવી હતી. સમાચાર આવ્યા કે બોની કપૂર શ્રીદેવીને એક મોટી સરપ્રાઇઝ આપવા માંગતા હતા. આ માટે તે ભારત આવીને શનિવારે પરત દુબઇ ફર્યા હતા. બોની તેને ડિનર ડેટ પર લઈ જવા માંગતા હતા.

  શ્રીના મોત પહેલા બોની કપૂરે પ્લાન બનાવ્યો હતો કે તેને લઇને બહાર ડિનર કરવા જવું. હોટલના સ્ટાફના જણાવ્યા પ્રમાણે શ્રીદેવી ખૂબ જ ખુશ હતી. ડિનર માટે બહાર જવા પહેલા તે તૈયાર થવા માટે બાથરૂમમાં ગઈ હતી. બાદમાં 15 મિનિટ સુધી તે બહાર ન આવી તો બોનીએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી કોઈ પ્રત્યુતર ન આવતા દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો. આ સમયે શ્રીદેવી બાથટબમાં બેભાન હાલતમાં પડી હતી. એના બાદ એ વાત સામે આવી હતી કે તે બે દિવસથી પોતાના રૂમની બહાર જ નીકળી ન હતી.

  બાદમાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ તરફથી શ્રીદેવીનો જે પોસ્ટમોર્ટમા રિપોર્ટ સોંપવામાં આવ્યો તેમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીદેવીના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ હતું. મળેલી જાણકારી પ્રમાણે દારૂની અસરને કારણે તેણે પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને તે બાથટબમાં પડી ગઈ હતી તેમજ ડૂબી જવાથી તેનું મોત થયું હતું. જોકે, આ થિયરી પર પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Bathroom, Boney kapoor, Sridevi, Sridevi death

  विज्ञापन
  विज्ञापन