એક્ટર મનોજ જોષી હવે ગુજરાતી કોમેડી ફિલ્મ લઇને આવી રહ્યા છે. 'ફેરાફેરી હેરાફેરી' નામની આ ફિલ્મના એક પ્રોડ્યુસર મનોજ જોષીના પત્ની પત્ની ચારૂ જોષી છે. મનોજ જોષીએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, હું ઇચ્છું છું કે ગુજરાતી ફિલ્મો પણ એવી માવજતભરી બને કે તેને નેશનલ એવોર્ડ મળે. હું એ દીશામાં કામ કરી રહ્યો છું. સાડા ત્રણ વર્ષથી અમે એક ગુજરાતી ફિલ્મની પટકથા પર કામ કરી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતી મારી માતૃભાષા છે. ગુજરાતીઓએ મને લખલૂટ પ્રેમ કર્યો છે. દરેક પ્રાદેશીક ભાષાની ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી વિકાસ પામી રહી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ વિકાસ કરી રહી છે.
બીજીબાજુ, પદ્માવત, જુડવા ટુ, બાજીરાવ મસ્તાની, બદ્રીનાથ કી દુલ્હનીયાં વેગેરે ઢગલાબંધ હિન્દી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી ચૂકેલા કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી રહ્યા છે. ફેરાફેરી હેરાફેરી નામની ફિલ્મમાં તેમના ઇશારે એક્ટર મનોજ જોષીએ ડાન્સ કર્યો છે. ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં ગણેશે જણાવ્યું કે તેમણે લોકનૃત્ય સિવાય કોઇ ડાન્સની તાલીમ લીધી નથી. જેમાં ફીગીંગ્સ હોય તેવો કોઇ પણ ડાન્સ તેમનો ફેવરીટ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર