Home /News /entertainment /મનોજ બાજપેયી લોકસભાની ચૂંટણી લડશે! એક્ટરે લાલુ યાદવ અને તેજસ્વી સાથે મુલાકાત વિશે જણાવ્યું

મનોજ બાજપેયી લોકસભાની ચૂંટણી લડશે! એક્ટરે લાલુ યાદવ અને તેજસ્વી સાથે મુલાકાત વિશે જણાવ્યું

મનોજ બાજપેયી લોકસભાની ચૂંટણી લડશે

એક્ટર મનોજ બાજપેયી શુક્રવારે ગૌનાહા સ્થિત તેમના વતન ગામ બેલવા પહોંચ્યા હતા. અહીં તેમને ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમને પોતાના સંબોધનમાં તેમને સ્પષ્ટ કર્યું કે તેમને રાજનીતિમાં જવામાં કોઈ રસ નથી

    એક્ટર મનોજ બાજપેયી શુક્રવારે ગૌનાહા સ્થિત તેમના વતન ગામ બેલવા પહોંચ્યા હતા. અહીં તેમને ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમને પોતાના સંબોધનમાં તેમને સ્પષ્ટ કર્યું કે તેમને રાજનીતિમાં જવામાં કોઈ રસ નથી, પરંતુ તેઓ ચંપારણના વિકાસમાં પોતાનું યોગદાન આપતા રહેશે. મનોજ બાજપેયીએ જણાવ્યું કે, ચંપારણની ભૂમિ મારી જન્મભૂમિ છે. અહીં વિકાસ થાય એ મારી ઈચ્છા છે.

    આ પણ વાંચોઃ- રણવીરથી પહેલાં આમિર ખાનનો જમાઈ ન્યૂડ ફોટોશૂટ કરાવી ચૂક્યો છે, તસવીર વાયરલ થઈ

    મનોજ બાજપેયીએ જણાવ્યું કે, હાલમાં તેઓ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને મળ્યા હતા અને બેતિયામાં નાટક વિદ્યાલય ખોલવાની માગ કરી હતી. જેને મીડિયાવાળાએ રાજનીતિ સાથે જોડીને ચૂંટણી લડવાનો વીડિયો વાયરલ કરી દીધો હતો, પરંતુ તેમાં કોઈ હકીકત નથી. મને રાજનીતિમાં જવામાં કોઈ રસ નથી. તેમને આગળ જણાવ્યું કે, ચંપારણની ધરતીમાં મારો ઊછેર થયો છે તેથી આ વિસ્તારના વિકાસ માટે સતત કામ કરતા રહેવું મારી નૈતિક ફરજ છે. તેણે કહ્યું કે હું આ માટે લડતો રહીશ.

    મનોજ બાજપેયીએ કસ્તૂરબા કન્યા ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય શ્રીરામપુર ભીતિહરવા ખાતે તેમના સ્વર્ગીય પિતા રાધા કાંત બાજપેયીની સ્મૃતિમાં સ્થાપિત પુસ્તકાલયનો શિલાન્યાસ કર્યો હતો. અહીં તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, મારા પિતા એક મોટા સામાજીક વ્યક્તિ હતા. તેમને અમને 6 ભાઈઓને દેવુ લઈને ભણાવ્યા હતા. અમે ગરીબીને નજીકથી જોઈ છે.

    પોતાના ગામના બેલવા કન્યા વિદ્યાલયની ચર્ચા કરતા મનોજ બાજપેયીએ કહ્યું, તે વિદ્યાલયના બાળકો અને બાળકીઓ હંમેશાં બેલવા આવાસ પર આવીને મળ્યા હતા. તેમની સમસ્યા વ્યાજબી હતી તેથી તેમણે સ્થળ પર હાજર બ્લોક એજ્યુકેશન ઓફિસરને તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બાદમાં મનોજ બાજપેયીએ શાળાના પ્રાંગણમાં કેરીના બે છોડ પણ વાવ્યા. આ પ્રસંગે એમએલસી સાયરભ કુમારની સાથે અનેક મહાનુભાવો અને વહીવટી અધિકારીઓ પણ હાજર હતા.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Manoj bajpayee, લાલુ પ્રસાદ યાદવ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन