મનોજ બાજપેયી પણ કોરોના પોઝિટિવ, ઘરમાં જ થયા ક્વૉરન્ટીન

મનોજ બાજપેયી કોરોના પોઝિટિવ

મનોજ બાજપેયીની ટીમ તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે, 'મનોજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડિરેક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર ફરી એક વખત દેખાઇ રહ્યો છે. ઘણાં બધા સેલિબ્રિટીઝ એક બાદ એક કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે. આ લિસ્ટમાં હવે બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયીનું નામ પણ એડ થઇ ગયું છે. હાલમાં મનોજ બાજપેયીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તે ઘરમાં જ ક્વૉરન્ટીન થઇ ગયો છે.

  મનોજ બાજપેયીની ટીમ તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે, 'મનોજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડિરેક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બની શકે કે એક્ટરને ડિરેક્ટરનો ચેપ લાગ્યો હોય. હાલમાં શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. મનોજ બાજપેયી બલમાં મેડિસિન પર છે અને તેને સારુ લાગી રહ્યું છે. તેઓએ ઘરમાં જ આઇસોલેશનમાં રહેવાનું નક્કી કર્યું છે. તેઓ કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરી રહ્યાં છે.'

  આપને જણાવી દઇએ કે, હાલમાં મનોજ બાજપેયી 'ડિસ્પેચ' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મને કનુ બહલ ડિરેક્ટ કરી રહ્યાં છે જેમણે આ પહેલાં તેમણે 'તિતલી' ફિલ્મ ડિરેક્ટ કરી હતી. 'ડિસ્પેચ' ફિલ્મને રોની સ્ક્રૂવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ લંડન, દિલ્હી તથા મુંબઈમાં થઇ રહ્યું હતું.
  આ પહેલાં ગુજરાતી કલાકાર અને તારક મેહતા શોનાં 'સુંદર વિરા' એટલે કે મયુર વાકાણીને પણ કોરોના થયાનો અહેવાલ સામે આવ્યો છે. હાલમાં તે અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ છે. અને તેમને આશા છે કે ટૂંક સમયમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવી જશે.

  આ પહેલાં બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને ડિરેક્ટર સંજય લીલા ભણસાલી બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ આલિયા ભટ્ટનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો છે.
  Published by:Margi Pandya
  First published: