સત્યમેવ જયતે: વર્તમાન સમયમાં ભારતને એક 'વીર'ની જરૂરત!

News18 Gujarati
Updated: August 15, 2018, 8:16 PM IST
સત્યમેવ જયતે: વર્તમાન સમયમાં ભારતને એક 'વીર'ની જરૂરત!
'ગૂંગટ મે હો યા બૂરખે મે ઈશ દેશમે ઔરત કો દેવી માનતે હૈ ઔર જો દેવી કી ઈજ્જત ઉતારે ઉસે હમ સરે આમ મારતે હૈ.'

'ગૂંગટ મે હો યા બૂરખે મે ઈશ દેશમે ઔરત કો દેવી માનતે હૈ ઔર જો દેવી કી ઈજ્જત ઉતારે ઉસે હમ સરે આમ મારતે હૈ.'

  • Share this:
સ્ટોરી- તુંવર મુજાહિદ

આજે એટલે કે, 15મી ઓગસ્ટે બે ફિલ્મો રિલિઝ થઈ અને આ બંને ફિલ્મો તમારા દેશપ્રેમમાં વધારો કરશે, આજે અક્ષયની ગોલ્ડ વિશે નહી પરંતુ આપણે જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જ્યતે વિશે વાત કરીશું. સત્યમેવ જયતે ફિલ્મ તમને વિચારતા કરી મૂકશે કે, ખરેખર દેશપ્રેમ શું છે? તમે સાચા અર્થમાં કોને દેશભક્ત કહેશો. દેશ ભક્તિ શિખાડવા માટે ડાયરેક્ટરે મિલન મિલાપ ઝાવેરીએ સારી એવી કોશિશ કરી છે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ 'વીર'નામના યુવકની ભૂમિકા ભજવી રહ્યો છે, જેના પિતા પોલીસ ઈન્સ્પેક્ટર છે.

ફિલ્મનો એક ડાયલોગ છે કે, 'ગૂંગટ મે હો યા બૂરખે મે ઈશ દેશમે ઔરત કો દેવી માનતે હૈ ઔર જો દેવી કી ઈજ્જત ઉતારે ઉસે હમ સરે આમ મારતે હૈ.' આ ડાયલોગથી તમારા દિલમાં રહેલા ઘણા બધા મતભેદ પણ દૂર થઈ જશે.

ભારતમાં જાતિ-ધર્મ, ઉંચ-નીચ વગેરે જેવા ઘણા બધા મતભેદો લોકોના દિલોમાં ઘર કરી ગયા છે. આ બધા જ મતભેદો દૂર કરીને બધા જ ધર્મના, જાતિ-જ્ઞાતિના લોકો સાથે સમાન વ્યવહાર અને બધા પ્રત્યે પ્રેમ જ દેશભક્તિ છે. દેશના કોઈ એક ધર્મ, જાતિ, જ્ઞાતિ વિશે પ્રેમ દર્શોવવો તેને દેશભક્તિ કહી શકાય નહી. દેશના એકપણ વ્યક્તિ સાથે કરેલો અવ્યવહાર દેશ સાથે ચિટીંગ સમાન છે.

ભારત પર ભષ્ટ્રાચાર એવી રીતે કૂંડળી મારીને બેસ્યું છે કે, બહારનો દુશ્મન દેશને જેટલું નુકશાન કરતો નથી તેનાથી સો ગણું નુકશાન દેશમાં બેસેલા ભષ્ટ્રાચારીઓ કરી રહ્યાં છે, જેમને આપણે દેશદ્રોહીઓ કહીએ તો કઈ જ ખોટું ગણાશે નહી. હાલમાં પાવરમાં રહેલા અને મોટા પદ પર રહેલા અધિકારીઓના લોહીમાં દૂધમાં ખાંડ ભળે તેવી રીતે ભષ્ટ્રાચાર ભળી ગયું છે.

સત્યમેવ જયતેમાં એક ડાયલોગ છે કે, સિરિયલ કિલરથી બચવા માટે બે રસ્તા છે એક તો પોલીસ બેડાને ઈમાનદાર થઈ જવું  અથવા ક્રિમિનલને મારી નાંખવો, તેવામાં પોલીસ બેડો તો ઈમાનદાન થવાનો નથી તેથી હવે આપણી પાસે એક જ રસ્તો છે સિરિયલ કિલરને મોતને ઘાટ ઉતારવો...સત્યમેવ જયતે પ્રમાણે જોઈએ તો દેશને વિકાસના રસ્તા પર લઈ જવા માટે ભષ્ટ્રાચાર ખત્મ કરવો પડશે. ભષ્ટ્રાચારે ભારતમાં એટલા તો મૂળીયા ઉંડા કરી લીધા છે કે, તેને ખત્મ કરવા માટે ટોપ લેવલના નેતાઓ અને અધિકારીઓને સામે આવવું પડશે, પરંતુ આવું થવું શું શક્ય લાગી રહ્યું છે?. તેથી ભારતને હાલમાં એક એવા 'વીર'ની ખુબ જ જરૂરત છે પરંતુ એવા વીરની જે કાયદાને હાથમાં લઈને નહી કાયદા પ્રમાણે ભષ્ટ્રાચારને ખત્મ કરીને દેશની સિસ્ટમને દૂરસ્ત કરે. જો કે તે એક દિવાસ્વપ્ન જેવી વાત છે પરંતુ દેશની જનતા ભષ્ટ્રાચાર સામે લડીને એકવાર ફરીથી ભષ્ટ્રાચારીઓથી દેશને ચોક્કસ રીતે આઝાદી અપાવી શકે છે.
First published: August 15, 2018, 8:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading