Home /News /entertainment /Video:'અલ્લાહ કે બંદે...' ગીત ગાઈને પ્રખ્યાત ગાયકે હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ, કૈલાશ ખેરે વ્યક્ત કર્યુ દુઃખ

Video:'અલ્લાહ કે બંદે...' ગીત ગાઈને પ્રખ્યાત ગાયકે હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ, કૈલાશ ખેરે વ્યક્ત કર્યુ દુઃખ

ગાયક સુરેન યોમનામના દેહાંત પર કૈલાશ ખેરે દુઃખ વ્યક્ત કર્યુ

મણિપુરના પ્રખ્યાત સિંગર સુરેન યુમનામે ગાયક કૈલાશ ખેરનું 'અલ્લાહ કે બંદે...' ગીત ગાઈને હોસ્પિટલમાં શ્વાસ તોડ્યો. કૈલાશ ખેરે વીડિયો શેર કરીને દુઃખ વ્યક્ત કર્યુ.

નવી દિલ્હીઃ પ્રખ્યાત મણિપુરી ગાયક સુરેન યુમનામનું લાંબી બીમારી બાદ હોસ્પિટલમાં અવસાન થયું છે. ગીતકાર ફક્ત 35 વર્ષનો હતો. સુરેન લાંબા સમયથી લિવરની સમસ્યાથી પિડાઈ રહ્યો હતો. તેણે પોતાની સારવાર દરમિયાન ક્યારેય હિંમત નહતી હારી. તેનો છેલ્લો વીડિયો તે સાબિત કરે છે. ગાયક યુમનામ હોસ્પિટલના ખાટલા પર મશીનથી ઘેરાયેલો હોવા છતાં દમદાર અવાજમાં કૈલાશ ખેરનું ગીચ 'અલ્લાહ કે બંદે' ગીત ગાતા જોવા મળે છે.

કૈલાશ ખેરે ગાયક સુરેન યુમનામનો વીડિયો શેર કર્યો


સુરેન યુમનામના મૃત્યુ બાદ કૈલાશ ખેરે ભાવુક થઈને પોતાના સોશિયલ મીડિયા પર તેમનું ગીત ગાતો એક વીડિયો શેર કર્યો છે. કૈલાશ ખેરે વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું- 'મણિપુરના પ્રિય અને પ્રખ્યાત ગાયક સુરેન યુમનામ હોસ્પિટલના ખાટલા પર અલ્લાહ કે બંદે ગાતા, કાલે મણિપુરમાં બીમારીના કારણે અંતિમ શ્વાસ લીધા હતાં અને સ્વર્ગીય નિવાસ માટે રવાના થયાં. પણ આપણા બધા માટે સ્મિત સાથે જીવન જીવવાનો સંદેશ છોડી ગયા...'.

આ પણ વાંચોઃ 'મૈં નહીં તો કૌન બે...' કોણ છે આ વ્યક્તિ જેના રૅપની દુનિયા બની છે દિવાની?

કૈલાશ ખેરે લખ્યું- 'ખૂબ જ દુઃખ થયું જ્યારે મે આ વીડિયો જોયો અને તેમનો અવાજ સાંભળ્યો કે, કેવી રીતે તે એક બીજો દિવસ જીવવા માટે ઉત્સાહિત છે. સાથે જે ખુશીનો કોઈ પાર ના રહ્યો જ્યારે મને જાણ થઈ કે મણિપુરના લોકોએ સારવાર માટે 58,51,270 રૂપિયા ભેગા કર્યા અને તેમની સારવારમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યુ. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. ઈશ્વર મણિપુરના લોકોને આશિર્વાદ આપે.'








View this post on Instagram






A post shared by Kailash Kher (@kailashkher)





આ પણ વાંચોઃ બૂમ! થીએટર ફોડી નાખે એવું પઠાણનું ટ્રેલર રીલીઝ, શાહરુખના બર્થ ડે પર ફેન્સને ગિફ્ટ, જુઓ VIDEO
First published:

Tags: Entertainment news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો