Home /News /entertainment /સની લિયોનીના ફેશન શૉ નજીક થયો મોટો વિસ્ફોટ, સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો
સની લિયોનીના ફેશન શૉ નજીક થયો મોટો વિસ્ફોટ, સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો
sunny leone
એક અધિકારીએ જણાવ્યું કે, જો કે મણિપુરની રાજધાનીના હટ્ટા કાંગજેઈબંગ વિસ્તારમાં થયેલી આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. આ વિસ્ફોટ શનિવારે સવારે લગભગ સાડા છ વાગ્યે આયોજન સ્થળથી ફક્ત 100 મીટર દૂર થયો હતો.
ઈમ્ફાલ: મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં એક ફૈશન શોના આયોજન સ્થળની નજીક શનિવારે એક મોટો ધમાકો થયો હતો. કહેવાય છે કે, આ ફેશન શોમાં ભાગ લેવા માટે બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની પણ પહોંચવાની હતી. રવિવારે અહીં ફેશન શોનું આયોજન થવાનું હતું.
એક અધિકારીએ જણાવ્યું કે, જો કે મણિપુરની રાજધાનીના હટ્ટા કાંગજેઈબંગ વિસ્તારમાં થયેલી આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. આ વિસ્ફોટ શનિવારે સવારે લગભગ સાડા છ વાગ્યે આયોજન સ્થળથી ફક્ત 100 મીટર દૂર થયો હતો. અધિકારીએ જણાવ્યું કે, હાલમાં તે સ્પષ્ટ થયું નથી કે, આ વિસ્ફોટમાં આઈઈડીનો ઉપયોગ થયો હતો કે, ગ્રેનેડનો. તેમણે કહ્યું કે, હાલમાં કોઈ પણ ઉગ્રવાદી સંગઠને આ ધમાકાની જવાબદારી લીધી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર