કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાના પ્રોડ્યુસર કમલ જૈનને પેરાલિસિસનો અટેક આવ્યો હોવાના અહેવાલ છે. તેમની સારવાર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. અહેવાલ એવા પણ છે કે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ડોક્ટર્સની મોટી ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
મણિકર્ણકા 25 જાન્યુઆરીએ રીલીઝ થઈ રહી છે. રીલીઝ પહેલા જ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે અને કરણી સેના પણ આ ફિલ્મના વિરોધમાં પ્રદર્શન કરી રહી છે. આ તે જ કરણી સેના છે જેણે ફિલ્મ પદ્માવતનો પણ વિરોધ કર્યો હતો.
કમલ જૈને પોતે ટ્વીટ કરીને પોતાના ખરાબ સ્વાસ્થ્ય અને હોસ્પિટલમાં દાખલ થવાની જાણકારી આપી હતી પરંતુ તેમની તબિયત વધુ ખરાબ થઈ જશે તેનો અંદાજો કોઈને નહોતો.
Dear friends, this certainly is not the best time to be in hospital. Hope to get well soon and enjoy the success of our collective dream & hardwork. My best wishes to all pic.twitter.com/VnYLYxXlJc