કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા' ને લોકોએ કરી પસંદ-કહ્યું વાહ! શું બનાવી છે

કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા' ને લોકોએ કરી પસંદ-કહ્યું વાહ! શું બનાવી છે
'મણિકર્ણિકા' ફિલ્મનો મુકાબલો નવાઝુદીન સ્ટારર ફિલ્મ 'ઠાકરે' સાથે થશે.

'મણિકર્ણિકા' ફિલ્મનો મુકાબલો નવાઝુદીન સ્ટારર ફિલ્મ 'ઠાકરે' સાથે થશે.

  • Share this:
    કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા', ધ ક્વીન ઓફ ઝાંસી આજે રિલીઝ થઈ ગઇ છે. આ ફિલ્મને દર્શકો પસંદ કરી રહ્યાં છે. ટીવીની લોકપ્રિય અભિનેત્રી અંકિતા લોખંડે પણ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. મણિકર્ણિકાની ટક્કર નવાઝુદીન સ્ટારર ફિલ્મ 'ઠાકરે' સાથે થશે.

    બંને અલગ અલગ પ્રકારની ફિલ્મો છે જેમાં સિતારાઓએ ગજબ અભિનય કર્યો છે. રસપ્રદ બાબત એ છે કે બંને ફિલ્મો રિલીઝ પહેલાં વિવાદમાં આવી ચુકી છે. કરણી સેનાનું કહેવું છે કે ફિલ્મમાં રાણી લક્ષ્મી બાઈની મૂર્તિને ખોટી બતાવવામાં આવી છે, જ્યારે ઠાકરેની ફિલ્મમાં, સેન્સરે બાબરી મસ્જિદના કેટલાક દ્રશ્યો દૂર કરવા કહ્યું હતું. જો કે મણિકર્ણિકાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હવે તે જોવાનું રહેશે કે કઈ ફિલ્મ બોક્સ ઓફિસ ધૂમ મચાવે છે.





    મણિકર્ણિકા ભારતની મહાન વિરાંગના રાણી લક્ષ્મીબાઇની વીરતાની કહાની પર આધારિત છે. ફિલ્મમાં કંગના ઉપરાંત ડેની ડેન્ઝોંગ્પા ગુલામ ગોઝની ભૂમિકામાં દેખાશે. આ ઉપરાંત સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે પણ ઝલકારી બાઇના રોલમાં જોવા મળશે.

    કેવી હશે ફિલ્મ
    આ ફિલ્મમાં ભરપૂર એક્શન, મ્યુઝીક કાસ્ટની શાનદાર એક્ટીંગ છે. કંગના સંપૂર્ણ ફિલ્મમાં જોશથી ભરેલી નજરે આવશે. આ ફિલ્મ ઇંસ્પાયરિંગ છે. જોકે આ ફિલ્મ લાંબી છે. જેના કારણે તમને કંટાળો આવી શકે છે.


    અભિનેત્રી કંગના રનૌત કહે છે કે રાણી લક્ષ્મીબાઈને કારણે તે સ્વતંત્રતાની કિંમત સમજાવે છે. કંગનાે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "હું રાણીની દંતકથાઓ અને પૌરાણિક વાતોને સાંભળીને મોટી થઇ છું, પરંતુ આ પછી હું તેની જિંદગીની પ્રચંડતાને જાણતી નથી. તેની યુવાવસ્થા શત્રુઓ સાથે લડવું અને અન્ય યોદ્ધાઓ બનાવવામાં પસાર થઇ. રાધા કૃષ્ણ જગારલામુદના નિર્દર્શમાં બનેલી આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહીછે.
    Published by:News18 Gujarati
    First published:January 25, 2019, 13:08 IST