Video: Manikarnikaની સફળતા બાદ કંગના બરફમાં જોહર બતાવતી આવી નજર

કંગના રનૌટ સ્વિટ્ઝર્લેન્ડમાં સ્કીઇંગ કરતી આવી નજર

કંગના રનૌટનો એક વીડિયો વાયરલ થયો છે. તેણી સ્વિટ્ઝરલેન્ડમાં ખૂબ જ સુંદર અંદાજમાં સ્કીઇંગ કરી રહી છે

  • Share this:
    'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી' છેલ્લાં દિવસોમાં બોક્સ ઓફિસ પર કોરોડની કમાણી કરી છે. ફિલ્મની હિરોઇન કંગના રનૌટ સ્વિટ્ઝર્લેન્ડમાં સ્કીઇંગ દ્વારા તેની ઉજવણી કરી રહી છે. કંગના રનૌટનો એક વીડિયો વાયરલ થયો છે . તેણી સ્વિટ્ઝરલેન્ડમાં ખૂબ જ સુંદર અંદાજમાં સ્કીઇંગ કરી રહી છે અને કંગના રનૌટનો આ અંદાજ જોઈને તમે પણ આશ્ચર્ય પામશો. કંગના ખૂબ જ મસ્તી સાથે સ્કીઇંગ કરી રહી છે.

    કંગના રનોટે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે 'મણિકર્ણિકા: ધ ક્વિટ ઓફ ઝાંસી' ની સફળતા બાદ કંગના રનૌટ. ખરેખર, કંગના રનોટે મણિકર્ણિકામાં ઝાંસીની રાણીની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી છે. આ પાત્ર માટે કંગના રનૌટને ખૂબ જ પ્રશંસા મળી છે. ખૂબ જ સખત મહેનત પછી તેણી રાહત મેળવી રહી છે.




    કંગના રનૌટની 'મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી' 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ છે. 'મણિકર્ણિકા' નું બજેટ આશરે 100-125 કરોડ રૂપિયા છે એવું કહેવામાં આવે છે. કંગનાની આ ફિલ્મે અત્યાર સુધી કરોડો રુપિયા કમાણી કરી લીધી છે.

    'મણિકર્ણિકા' એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી મણિકર્ણિકા (કંગના રણૌત)ના જન્મથી શરૂ થાય છે. કંગના નાનપણથી જ શસ્ત્ર ચલાવવામાં ખૂબ નિપુણ છે. તેની આ જ યોગ્યતા જોઈને ઝાંસીના રાજા ગંગાધર રાવ (જિસ્સૂ સેનગુપ્તા)ના લગ્નની વાત આવે છે અને તેમના લગ્ન થઈ જાય છે. લગ્ન બાદ તેનું નામ લક્ષ્‍મીબાઈ થઈ જાય છે. લગ્નબાદ લક્ષ્‍મીબાઈ ઝાંસીને તેનો ઉત્તરાધિકારી આપે છે, પરંતુ તે 4 મહિનામાં જ મૃત્યુ પામે છે. ત્યારબાદ ગંગાધર રાવનું પણ લાંબી માંદગી બાદ નિધન થઈ જાય છે. આથી, અંગ્રેજો ઝાંસીને પચાવી પાડવાનો પ્રયત્ન કરે છે. પોતાના રાજ્યને બચાવવા માટે રાણી લક્ષ્‍મીબાઈ ઝાંસીની ગાદી પર બેસે છે અને એલાન કરે છે કે, તે ઝાંસી કોઈને નહીં આપશે.
    Published by:Bhoomi Koyani
    First published: