બોલિવૂડ એકટ્રેસ કંગના રનૌતની ફિલ્મ "મણિકર્ણિકા: ધ કીવન ઑફ ઝાંસી સિનેમાઘરમાં આવતા જ ધમાકેદાર કમાણી કરી છે.
પહેલા દિવસે 8 કરોડથી વધુની કમાણી
ફિલ્મ સમીક્ષક અનુસાર કંગનાની ફિલ્મ મણિકર્ણિકાએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 8.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ મણિકર્ણિકાઃ ધ ક્વિન ઓફ ઝાંસી 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કંગના સિવાય અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબરોય, ડૈની અને અંકિતા લોખંડે મહત્વની ભૂમિકામાં છે.
મણિકર્ણિકા એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી મણિકર્ણિકા (કંગના રનૌત)ના જન્મથી શરૂ હોય છે. કંગના બાળપણથી શસ્ત્ર ચલાવવામાં નિપુણતા ધરાવે છે. તેની આ યોગ્યતાને જોઈ ઝાંસીના રાજા ગંગાધર રાવ(જિસ્સૂ સેનગુપ્તા)નો સંબંધ આવે છે અને તેના લગ્ન થઈ જાય છે. લગ્ન પછી તેનું નામ લક્ષ્મીબાઈ થઈ જાય છે. બધું ઠીક ચાલે છે. રાણી લક્ષ્મીબાઈ ઝાંસીને તેનો ઉત્તરાધિકારી આપે છે, જેનું નામ હોય છે દામોદર દાસ રાવ. પણ માત્ર 4 મહીનાની ઉમ્રમાં તેનું મૃત્યુ થઈ જાય છે. તે પછી ગંભીર બીમારીથી તેના પતિનું પણ નિધન થઈ જાય છે. બાળક અને પતિના નિધન થવાના કારણે અંગ્રેજ ઝાંસીને હડપવાના પ્રયાસ કરે છે. તેમના રાજ્યને બચાવવા માટે રાણી લક્ષ્મીબાઈ ગાદી પર બેસે છે અને જાહેરાત કરે છે કે ઝાંસી કોઈને નહી આપે. ત્યારબાદ રાણી લક્ષ્મીબાઈ કેવી રીતે યુદ્ધ લડીને દુશ્મન સાથે લડે છે અને કેવી રીતે તેની માતૃભૂમિ માટે શહીદ જાય છે તેના માટે ફિલ્મ જરુર જોવી પડશે.
રાધા કૃષ્ણ, જગરલામુડી અને કંગનાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલૂગુ ભાષામાં રિલીઝ થઈ છે. દેશની આઝાદીની લડાઈમાં ઝાંસીની રાણીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. કહેવાય છે કે તેની આંખોમાંથી ક્રાંતિ અને ગુસ્સો વરસતો હતો અને ફિલ્મમાં તે ક્રાંતિ અને ગુસ્સો કંગનાની આંખોમાં જોવા મળે છે. ફિલ્મમાં કંગનાનો અભિયન અને નિર્દેશન શાનદાર છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર