'ઠાકરે'ને ટક્કર આપી રહી છે 'મણિકર્ણિકા', બે દિવસમાં કરી આટલા કરોડની કમાણી

'મણિકર્ણિકા'એ પહેલાં દિવસે 8.75 કરોડ અને બીજા દિવસે શનિવારે 18.10 કરોડની કમાણી કરી હતી

'મણિકર્ણિકા' શુક્રવાર અને શનિવાર બન્ને દિવસે કમાણીની બાબતમાં 'ઠાકરે'થી આગળ રહી છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: આ શુક્રવારે બોક્સ ઓફિસ પર કંગના રાનોટની ફિલ્મ 'મણિકર્ણિકા' અને નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'ઠાકરે' રીલિઝ થઇ હતી. બોક્સ ઓફિસ પર પહેલાં દિવસે 'ઠાકરે'ની શરૂઆત ધીમી રહી હતી. જ્યારે 'મણિકર્ણિકા' શુક્રવાર અને શનિવાર બન્ને દિવસે કમાણીની બાબતમાં 'ઠાકરે'થી આગળ રહી છે.

    રીલિઝ પહેલાં વિવાદોમાં રહેલી કંગનાની ફિલ્મ 'મણિકર્ણિકા'એ પહેલાં દિવસે 8.75 કરોડ અને બીજા દિવસે શનિવારે 18.10 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું બે દિવસનું કુલ કલેક્શન 26.85 કરોડ નોંધાયું હતું. ઉપરાંત ફિલ્મને રવિવારની રજાનો લાભ મળી શકે છે. જેમાં ફિલ્મના કલેક્શનમાં ઉછાળ જોવા મળી શકે છે.

    બીજી બાજુ, નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'ઠાકરે'ની વાત કરીએ તો તેને પહેલાં દિવસે ધીમી શરૂઆત મળી હતી. ફિલ્મે શુક્રવારે 6 કરોડ અને શનિવારે 8.50 કરોડની કમાણી કરી હતી. 1300 સ્ક્રીન પર રીલિઝ થયેલી આ ફિલ્મનું બજેટ લગભગ 20 કરોડ હોવાનું કહેવાય છે.

    આ પણ વાંચો: કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાને લોકોએ કરી પસંદ-કહ્યું વાહ! શું બનાવી છે

    જ્યારે કંગનાની ફિલ્મ 'મણિકર્ણિકા' 3000 સ્ક્રીન પર રીલિઝ થઇ હતી. જ્યારે ફિલ્મનું બજેટ 120 કરોડ હોવાનું ચર્ચાય છે. કંગના, નવાઝુદ્દીનની 'ઠાકરે'ને ટક્કર આપતી જણાય છે. પરંતુ બન્ને ફિલ્મને રવિવારની રજાનો લાભ મળશે. જોકે, સોમવારે આંકડા સામે આવશે કે બન્ને ફિલ્મ માટે પહેલું વીકએન્ડ કેવું રહ્યું.
    Published by:Azhar Patangwala
    First published: