કંગનાના નિશાના પર આવી આલિયા ભટ્ટ, આ વાત કહી મચાવી સનસનાટી

કંગના રાનોટે બોલિવૂડ પર નવો આરોપ મૂક્યો છે

કંગનાનું કહેવું છે કે, બોલિવૂડમાં શરમ વગર તરફેણ માગવામાં આવે છે, પરંતુ તેનો બદલો આપતા નથી

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: 'મણિકર્ણિકા' અંગેના તમામ વિવાદો બાદ હવે કંગના રનોટે બોલિવૂડ પર નવો આરોપ મૂક્યો છે. કંગનાનું કહેવું છે કે, બોલિવૂડમાં શરમ વગર તરફેણ માગવામાં આવે છે, પરંતુ તેનો બદલો આપતા નથી.

    કંગનાનું કહેવું છે કે, વર્ષ 2014માં 'ક્વિન'ની સફળતા બાદ વખાણ ફેંટમના જ થયા હતા. તે વિકાસ બહલના જાણીતા લોકો માટે એક પછી એક સ્ક્રિનિંગ રાખી રહ્યાં હતાં. તેના મિત્રો સ્ક્રિનિંગમાં આવતાં હતાં. મને હંમેશા ઇગ્નોર કરવામાં આવી છે.

    પિંકવિલા સાથે વાતચીતમાં કંગનાએ કહ્યું કે, તનુ વેડ્સ મનુ બાદ મેં પણ કેટલીક સ્ક્રિનિંગ રાખી, પરંતુ તેમાંથી કોઇ આવ્યું નહીં. તેમનો વારો આવે છે તો શરમ વગર મને બોલાવી લેતાં હતાં. મેં ઘણીવાર પ્રિવ્યૂ અટેન્ડ કરવા માટે શૂટિંગ પણ કેન્સલ કરી છે.

    આલિયા વિશે કંગનાએ કહ્યું કે, યુવતીઓ મને ટ્રેલર મોકલે છે. આલિયાએ રાઝીનું ટ્રેલર મોકલ્યું હતું. મારી માટે તે આલિયા અથવા કરન જોહરની ફિલ્મ નહોતી, પરંતુ સહમત ખાનની ફિલ્મ હતી. એ યુવતી જેણે દેશ માટે બધુ કુર્બાન કરી દીધું.

    આ પણ વાંચો: આ કારણે નાનકડા ફ્લેટમાં રહે છે સલમાન ખાન, પિતાએ જણાવ્યું કારણ

    કંગનાએ જણાવ્યું કે, રાઝી જોયા પછી તેણે આલિયા અને મેઘના ગુલઝાર સાથે અડધા કલાક વાત કરી હતી. પરંતુ જ્યારે આલિયા અને મેઘનાનો વારો આવ્યો ત્યારે તેમણે સપોર્ટ ન કર્યો. આલિયા અને મેઘના પહેલાં કંગના અભિનેત્રી સોનાક્ષી સિંહા અને અનુષ્કા શર્મા પર પણ આવા જ આરોપો મૂકી ચૂકી છે.
    Published by:Azhar Patangwala
    First published: