Home /News /entertainment /

પોન્નિયિન સેલ્વનનાં ડાયરેક્ટરની તબિયત લથડી: મણિ રત્નમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ

પોન્નિયિન સેલ્વનનાં ડાયરેક્ટરની તબિયત લથડી: મણિ રત્નમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ

મણિ રત્મને કોરોના થયો, હોસ્પિટલમાં દાખલ.

ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મમેકર મણિરત્નમની તબિયત ખરાબ થવાના કારણે તેમને ચેન્નઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેના પછી તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી મણિ રત્નમની પત્ની સુહાસિની મણિ રત્નમે આપી છે.

વધુ જુઓ ...
    ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મમેકર મણિરત્નમની તબિયત ખરાબ થવાના કારણે તેમને ચેન્નઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. તેના પછી તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી મણિ રત્નમની પત્ની સુહાસિની મણિ રત્નમે આપી છે.

    હોસ્પિટલ હેલ્થ બુલેટિન જાહેર કરશે

    સુહાસિનીએ જણાવ્યું કે, મણિની તબિયત અત્યારે સારી છે, તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે સિવાય ડૉક્ટર્સે હજી સુધી કંઈ જણાવ્યું નથી. હોસ્પિટલની ટીમે કહ્યું કે અમે ટૂંક સમયમાં મણિનું હેલ્થ બુલેટિન શેર કરીશું. સુહાસિનીએ આગળ જણાવ્યું કે, મણિ અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત હતો.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડારેક્ટર મણિરત્નમે તાજેતરમાં ટીઝર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. તેમની ફિલ્મ (મણિ રત્નમ ફિલ્મ્સ) 'પોન્નિયન સેલ્વન' ની ટીઝર ઇવેન્ટ 8 જુલાઈના રોજ ચેન્નાઈમાં આયોજિત કરવામાં આવી હતી. જેમાં જયમ રવિ, કાર્તિ, વિક્રમ પ્રભુ, ત્રિશા અને એઆર રહેમાન જેવા દિગ્ગજ કલાકારોએ પોતાની હાજરી આપી હતી. આ દરમિયાન દરેક વ્યક્તિ કોવિડ પ્રોટોકોલનું પાલન કરતાં માસ્ક પહેર્યું હતું.

    મણિરત્નમનો ડ્રીમ પ્રોજેક્ટ

    'પોન્નિયન સેલ્વનઃ 1'ને મણિરત્નમનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. ફિલ્મનો પહેલો ભાગ 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે. 'રોઝા', 'બોમ્બે', 'દિલ સે' અને 'ગુરુ' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા મણિરત્નમ છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા. જો કે, કોર્ટ તરફથી નોટિસ જાહેર થયા પછી, મણિરત્નમ કે વિક્રમ બંનેમાંથી આ અંગે કોઈ જવાબ મળ્યો નથી. પોન્નિયિન સેલ્વન 500 કરોડના બજેટમાં બની છે.

    ડાયરેક્ટર મણિરત્નમની ફિલ્મ 'પોન્નિયન સેલ્વનઃ 1' સતત ચર્ચામાં છે. આ ફિલ્મથી જ્યાં ઐશ્વર્યા રાય બચ્ચન સ્ક્રીન પર કમબેક કરી રહી છે. ત્યાં જ આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર ચિયાન વિક્રમ પણ છે. ફિલ્મનું ટીઝર અને પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. એક તરફ જ્યાં આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થવાની તૈયારી કરી રહી છે તે પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.

    કોર્ટે ફિલ્મના ડાયરેક્ટર મણિરત્નમ અને અભિનેતા વિક્રમને નોટિસ પાઠવી છે. આરોપ છે કે તેમણે ફિલ્મ ચોલા વંશની વાર્તાને ખોટી રીતે દર્શાવી છે. આ ફિલ્મ ચોલ વંશ પર આધારિત છે જેણે ભારત પર 1500 વર્ષ સુધી શાસન કર્યું.

    પાંચ ભાષાઓમાં રિલીઝ થશે ફિલ્મ

    'પોન્નિયન સેલ્વનઃ 1' સમગ્ર ભારતમાં રિલીઝ થશે. તે દેશભરની પાંચ ભાષાઓમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. રિપોર્ટ અનુસાર સેલ્વમ નામના વકીલની અરજી પર કોર્ટ દ્વારા નિર્માતાઓ અને કલાકારોને આ નોટિસ જારી કરવામાં આવી છે. એડવોકેટ સેલ્વમે કોર્ટમાં અરજી કરી છે અને આરોપ લગાવ્યો છે કે ચોલ વંશના આદિત્ય કારીકલને ક્યારેય પોતાના કપાળ પર તિલક નથી લગાવ્યું.

    પરંતુ ફિલ્મમાં રાજા આદિત્યનો રોલ કરી રહેલા ચિયાન વિક્રમના કપાળ પર તિલક છે, જે ફિલ્મના પોસ્ટરમાં સ્પષ્ટ દેખાય છે. વકીલ સાહેબને શંકા છે કે મેકર્સ ફિલ્મમાં ચોલ વંશ વિશે કંઈક એવું બતાવી શકે છે, જેનો સત્ય સાથે કોઈ સંબંધ નથી. આવી સ્થિતિમાં તેણે માંગ કરી છે કે ફિલ્મની રિલીઝ પહેલા તેની સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવે અને તે નક્કી કરવામાં આવે કે ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી નથી.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन