Home /News /entertainment /'હું સક્ષમ છું.. હું મજબૂર છું', લોકોને ભાવુંક કરી રહી છે મંદિરા બેદીની પોસ્ટ
'હું સક્ષમ છું.. હું મજબૂર છું', લોકોને ભાવુંક કરી રહી છે મંદિરા બેદીની પોસ્ટ
મંદિરા અને રાજ કૌશલની તસવીર વાયરલ પોસ્ટ
mandira bedi insta post: તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પરિવારની એક તસવીર શેર કતા ખુબ જ માર્મિક કેપ્શન લખ્યું હતું. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'હું પોતાના પરિવાર પ્રત્યે આભારી છું. તમારા ખુબ જ પ્રેમ અને સમર્થન અને દયાના માટે આભાર અને પ્રેમ, ધન્યવાદ'.
મુંબઈઃ નાના પરદાથી લઈને મોટા પરદા સુધી પોતાના જબરદસ્ત અભિનયથી લોકોના દિલ ઉપર રાજ કરનાર પ્રખ્યાત અભિનેત્રી મંદિરા બેદી (Mandira Bedi) અત્યાર દિવસોમાં પોતાના જીવનમાં ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં તેમના પતિ અને ફિલ્મ પ્રોડ્યૂસર રાજ કૌશલનું (Raj Kaushal) નિધન થયું હતું. 30 જૂને રાજ કૌશલનું નિધન (Raj kaushal death) થયું હતું. બાદમાં મંદિરા ખુબ જ મુશ્કેલીઓમાં પોતાને સંભાળવાની કોશિશ કરી રહી છે. આવું તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ચોખ્ખું દેખાય છે.
તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પરિવારની એક તસવીર શેર કતા ખુબ જ માર્મિક કેપ્શન લખ્યું હતું. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'હું પોતાના પરિવાર પ્રત્યે આભારી છું. તમારા ખુબ જ પ્રેમ અને સમર્થન અને દયાના માટે આભાર અને પ્રેમ, ધન્યવાદ'. તેમણે વધુ એક પોસ્ટ લખી હતી જેમાં ચોખ્ખું જાણી શકાય છે કે પતિના નિધન બાદ તેણે પોતાની હિંમતને વધુ વધારી છે.
મંદિરા બેદીએ પોતાના પોસ્ટમાં લખ્યું છે કે હું યોગ્ય છું, હું સક્ષમ છું, મને પ્રેમ છે, હું મજબૂર છું, 7 કલાક પહેલા શેર કરેલા આ પોસ્ટને અત્યાર સુધી 50 હજાર લોકોએ લાઈક કર્યું છે. મંદિરાના ફેંસ પણ સતત આ પોસ્ટ ઉપર કમેન્ટ કરી તેમની હિંમત વધારતા દેખાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે મંદિરા બેદી વિપરીત પરિસ્થિતિઓમાં સાહસ દેખાડવા માટે જાણિતી છે. પોતાના પતિને આકસ્મિક નિધનના દિવસ બાદ તેમણે પ્રશંસનીય સાહસનો પરિચય આપ્યો છે. તેઓ પોતાના પતિની અંતિમ યાત્રામાં સામેલ થયા છે. તેમણે ખુદ જ અંતિમ સંસ્કારની દરેક વિધિ નિભાવી હતી.
" isDesktop="true" id="1118270" >
ઉલ્લેખનીય છે કે મંદિરા બેદીએ વર્ષ 1999માં ફિલ્મમેકર રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. રાજ કૌશલ અને મંદિરાને બે બાળકો છે. એકનું પુત્રનુ નામ વીર અને પુત્રીનું નામ તારા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર