Home /News /entertainment /

Video: પતિ રાજ કૌશલના નિધન બાદ પહેલીવાર ઘરની બહાર નીકળી મંદિરા બેદી, ચહેરા પર ચોખ્ખું દેખાય છે દર્દ

Video: પતિ રાજ કૌશલના નિધન બાદ પહેલીવાર ઘરની બહાર નીકળી મંદિરા બેદી, ચહેરા પર ચોખ્ખું દેખાય છે દર્દ

રાજ કૌશલ અને મંદિરા બેદીની તસવીર

Mandira bedi update: મંદિરા બેદી પતિ રાજ કૌશલના ગયા બાદ ટૂટી ગઈ છે. પરંતુ હવે પોતાના બાળકોના બધા સપનાઓ તેને એકલા પુરા કરવાના છે. જે બેદી અને રાજે એક સાથે જોયા હતા. રાજ કૌશલના નિધનના 11 દવસ બાદ મંદિરા આજે મુંબઈના રસ્તા ઉપર દેખાઈ હતી. રવિવાર સવારે પૈપરાજીને બેદીને મુંબઈની ગલીમાં મોર્નિગ વોક દરમિયાન સ્પોટ કર્યા હતા.

વધુ જુઓ ...
  મુંબઈઃ બોલિવૂડ (Bollywood) અને ટીવી એક્ટ્રેસ મંદિરા બેદી (Actress Mandira bedi) અત્યારના સમયમાં મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે. તેના પતિ અને ફિલ્મ નિર્માતા રાજ કૌશલનું (Raj kaushal death) 30 જૂનના દિવસે નિધન થયું હતું. 49 વર્ષના રાજને હાર્ટ એટેક આવ્યો અને નાનો હસતો પરિવારને તે હંમેશા હંમેશા માટે રડતા મુકીને દુનિયાને અલવિદા કહી દીધું હતું. પરિવારમાં પત્ની મંદિરા અને તેના બે બાળકો છે. પુત્રનું નામ વીર અને પુત્રીનું નામ તારા છે. પતિની અંતિમ યાત્રામાં મંદિરાએ બધી રસમોને પુરી કરી હતી. જેના લઈને તેમને ટ્રોલ પણ કરવામાં આવી હતી. રાજના ગયા બાદ 11 દિવસ પછી મંદિરા બેદી પોતાના ઘરમાંથી બહાર નીકળી હતી.

  મંદિરા બેદી પતિ રાજ કૌશલના ગયા બાદ ટૂટી ગઈ છે. પરંતુ હવે પોતાના બાળકોના બધા સપનાઓ તેને એકલા પુરા કરવાના છે. જે બેદી અને રાજે એક સાથે જોયા હતા. રાજ કૌશલના નિધનના 11 દવસ બાદ મંદિરા આજે મુંબઈના રસ્તા ઉપર દેખાઈ હતી. રવિવાર સવારે પૈપરાજીને બેદીને મુંબઈની ગલીમાં મોર્નિગ વોક દરમિયાન સ્પોટ કર્યા હતા.

  મશહૂર પૈપરાજી વિરલ ભયાનીએ પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક વીડિયો શેર કર્યો છે. જેમાં મંદિરા કોરોનાથી બચવા માટે માસ્ક પહેરીને એથલેટિક ડ્રેસમાં વોક કરતી દેખાઈ રહી છે. આ દરમિયાન તેમની માતા પણ સાથે હતી.

  આ પણ વાંચોઃ-વડોદરાઃ PI પત્ની સ્વિટી પટેલ કેસ, નિર્માણાધિન હોટલના પાછળના ભાગેથી મળ્યા બળેલી હાલતમાં હાડકાં

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાજના ગયા બાદ દુઃખ તેમના ચહેરા ઉપર ચોખ્ખુ દેખાઈ રહ્યું હતું. પોતાના બંને બાળકો માટે તે પોતે સ્ટ્રોંગ બનાવની કોશિશ કરી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો મંદિરાનું હિંમત વધારી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો એવી પણ કમેન્ટ આવી રહી છે કે મંદિરાને થોડો સમય શાંતિ જોઈએ. તેને તેના હાલ ઉપર છોડી દો.

  આ પણ વાંચોઃ-વડોદરાઃ પોલીસના ઘરની છત ઉપર ઉંઘતી હતી મહિલાઓ, યુવક મહિલા બનીને પહોંચ્યો, બન્યું એવું કે માર્યો કૂદકો

  આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 12 વર્ષના નાના ભાઈથી 16 વર્ષની બહેન બની ગર્ભવતી

  ઉલ્લેખનીય છે કે રાજ કૌશલના નિધન બાદથી મંદિરા બેદી દુઃખમાં ડૂબેલી હતી. તાજેતરમાં જ રાજ કૌશલ સાથે તેમણે હસીન ક્ષણની પ્યારી તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. તસવીરની સાથે મંદિરા બેદીએ તૂટેલા દિલનનું ઇમોજી બનાવ્યું હતું.
  પતિના નિધન બાદ બેદીએ ઇમોશનલ પોસ્ટ મૂકી હતી
  મંદિરા બેદીએએ પતિ રાજ કૌશલના મોતના પાંચ દિવસ બાદ તેનાં ઇન્સટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર અને તેની સાથે શેર કરેલી કમેન્ટ જોઇને જ ફેન્સનું દિલ તુટી જશે. તેણે પતિ સાથેની ત્રણ તસવીરો શેર કરી છે. જેની બાજુમાં તેણે તુટેલાં હાર્ટની ઇમોજી શેર કરી છે. આ તસવીરમાં મંદિરા પતિ રાજ કૌશલ સાથે એકદમ ખુશ જોવા મળે છે. આ તસવીર શેર કરતાં મંદિરાએ માત્ર એક તૂટેલા હાર્ટની ઈમોજી શેર કરીને પોતાની સ્થિતિ વર્ણવી છે. આ પહેલાં મંદિરાએ તેનું ડિસ્પલે પિક્ચર બ્લેક કલરનું મુકીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Mandira bedi, Raj Kaushal, બોલીવુડ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन