TMKOC: મંદાર ચંદવાદકર-રાજ અનડકટની તબિયત થઇ ખરાબ, ફેન્સને થઇ રહી છે ચિંતા
TMKOC: મંદાર ચંદવાદકર-રાજ અનડકટની તબિયત થઇ ખરાબ, ફેન્સને થઇ રહી છે ચિંતા
FILE PHOTO
ટીવી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashma)નાં સેટ પરથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. શોમાં ભિડેનું પાત્ર અદા કરનારા મંદાર ચંદવાદકર (Mandar Chandwadkar)નું સ્વાસ્થ્ય હાલનાં દિવસોમાં સારુ નથી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashma)નાં સેટ પરથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આ ખબર સાંભળીને ફેન્સ પરેશાન થઇ શકે છે. રિપોર્ટ્સની માનીયે તો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં 'ભિડે'નો રોલ અદા કરનારા મંદાર ચંદવાદકર (Mandar Chandwadkar)નું સ્વાસ્થ્ય ઠિક નથી. તેને શરદી અને વાયરલ છે. સેટ પર બાકીનાં લોકોનું ધ્યાન રાખતાં મંદારે થોડા સમય માટે શૂટિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ ખબરનાં થોડાં જ સમય પહેલાં શોનાં નિર્માતા આસિત મોદી (Asit Modi)એ શૂટિંગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ઇ ટાઇમ્સનાં રિપોર્ટ મુજબ, 'ટપ્પૂ'ની ભૂમિકા અદા કરનારો રાજ અનડકટ (Raj Anadkat) ગત કેટલાંક સમયથી શૂટિંગ સમયે જ આવે છે. અને જ્યારે તેન સીન હોય ત્યારે તે આવતો અને પછી જતો રહેતો. પણ હાલમાં જ આવેલી ખબર મુજબ રાજ અનડકટ ગત બે દિવસથી સેટ પર આવ્યો નથી. આ વિશે જાણકારી આપતાં એક સૂત્રએ કહ્યું કે, કોઇ નથી જાણતું કે તેને શું સ્વાસ્થ્યમાં ખરાબી છે પણ કદાચ તેને વાયરલ ફિવર છે.
આ વર્ષે માર્ચમાં મંદાર ચંદવાદકર (Mandar Chandwardkar) કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયો હતો. મંદાર જોકે, આજે બપોરે સેટ પર પરત આવી ગયો છે. અને શૂટિંગ સામાન્ય સ્થિતિમાં ચાલી રહી છે. આ વિશે વાત કરી મંદારે કહ્યું હતું કે, 'હા, હું અસ્વસ્થ હતો, વાસ્તવમાં ગત રોજ મારા બધા જ સીન હતાં જેનું શૂટિંગ ન થઇ શક્યું. ગણપતિ સીન્સનું શૂટિંગ થવાનું હતું. આ કલે ન થઇ શક્યું.'' આપને જણાવી દઇએ કે, શોનાં ઘણાં બધા કલાકાર કોરોનાની ચપેટમાં આવી ગયા હાતં. જેને કારણે શોનાં પ્રોડ્યુસર આસિત મોદી ઘણી સાવધાની રાખી રહ્યાં છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર