Lock Upp : મંદાના કરીમીએ Ex પતિ બાદ પરિવાર વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું કેવો હતો માતા સાથેનો સંબંધ
Lock Upp : મંદાના કરીમીએ Ex પતિ બાદ પરિવાર વિશે કર્યો મોટો ખુલાસો, કહ્યું કેવો હતો માતા સાથેનો સંબંધ
મંદાના કરીમી લોક અપ શો
કંગના રનૌત (Kangana Ranaut) ના લોક અપ શો (Lock Upp Show) માં કેદી મંદાના કરીમી (Mandana Karimi) એ પૂર્વ પતિ બાદ તેની માતા અને પરિવાર સાથે કેવા સંબંધો હતા તે મામલે કર્યો ખુલાસો, જુઓ શું કહ્યું?
નવી દિલ્હીઃ જ્યારથી મંદાના કરીમી (Mandana Karimi) લોક અપ (Lock Upp) શોમાં આવી છે ત્યારથી તે સતત તેના અંગત જીવન સાથે જોડાયેલા ખુલાસા કરી રહી છે. હવે મંદાના કરીમીએ ખુલાસો કર્યો છે કે, તેની માતાએ તેની સાથે છ વર્ષ સુધી સતત વાત કરી ન હતી. સાથે જ તેણે એમ પણ કહ્યું કે, હવે તેની માતાને તેના કામથી કોઈ સમસ્યા નથી અને પરિવાર સાથેના સંબંધો પણ પહેલા કરતા સારા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ શોની હોસ્ટ કંગના રનૌત છે.
પાયલ રોહતગી સાથેના ઝઘડા બાદ મંદાનાએ ફારસી ભાષામાં કેટલાક અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. શિવમ શર્માએ મંદાના કરીમીને એ શબ્દોનો અર્થ પૂછ્યો. મંદાનાએ શબ્દોનો અર્થ તો નથી કહ્યો પણ પાયલ સાથે શરૂઆતથી જ તે જે સમસ્યાઓનો સામનો કરી રહી હતી તે વિશે તેણે જણાવ્યું. મંદાનાએ કહ્યું, 'મેં તેને વિગતવાર જણાવ્યું કે શું થયું. મેં તેને કહ્યું કે મારી માતાએ 6 વર્ષથી મારી સાથે વાત કરી ન હતી, પરંતુ હવે બધુ ઠીક છે. પરિવાર સાથેના મારા સંબંધો હવે સારા બન્યા છે. હું જે કામ કરું છું તેમાં તેમને હવે કોઈ સમસ્યા નથી.
પાયલનો આરોપ છે
મંદાનાએ એમ પણ કહ્યું કે, 'મારા પોતાના માતા-પિતાના પરિવારે મને સ્વીકારી ન હતી. પરંતુ પાયલ રોહતગી એક એવી વ્યક્તિ છે જેણે મને કહ્યું કે તું તારી માતાની પીઠ પાછળ તેમની નીંદા કરી રહી છે. આ પછી મંદાના જોર જોરથી રડવા લાગી. તાજેતરના એપિસોડમાં મંદાના કરીમીની અજમા ફલા સાથે ઝઘડો પણ થયો હતો. અજમાએ તેના પર પાણી ફેંક્યું હતું. આ પછી મંદાનાએ અજમાનો તમામ સામાન ફેંકી દીધો. બંનેએ એકબીજાના મેકઅપ બોક્સને પણ ફેંકી દેવાની ધમકી આપી પરંતુ સાયશાએ તેમને આમ કરતા રોક્યા.
ઝીશાન-પાયલ વચ્ચે પણ લડાઈ
છેલ્લા એપિસોડમાં પણ જીશાન ખાન અને પાયલ રોહતગી વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. જ્યાં જીશાન તેને 'બિમ્બો' કહીને બોલાવતી હતી. તો પાયલ રોહતગીએ તેને મંદાનાની સાઇડ કિક કહી હતી. આ પહેલા મંદાના કરીમીએ પોતાના લગ્નને લગતા ખુલાસા કરીને શોમાં હલચલ મચાવી દીધી છે.
એપિસોડમાં, મંદાના કરીમીએ દાવો કર્યો હતો કે, તે એવા કેટલાએ લોકોને જાણે છે, જેમની સાથે તેના પતિ નાઈટ આઉટ કરી ચુક્યા છે. અજમા ફલ્લાહ સાથેની વાતચીત દરમિયાન તેણે આ ખુલાસો કર્યો હતો. તો, હવે તેણે તેની માતા અને પરિવાર સાથે જોડાયેલી પોલ ખોલી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર