લક્ષ્મીરેડ્ડી શ્રીનુ તેમના ભાઈ રાજુ સાથે જેમ્સ કેમરુનની ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' જોવા માટે પેદ્દાપુરમ ગયા હતા. ફિલ્મ જોતી વખતે શ્રીનુ અચાનક ફિલ્મની વચ્ચે પડી ગયો.
મુંબઈ :અવતાર-ધ વે ઓફ વોટરઃ 2009માં આવેલી ફિલ્મ 'અવતાર'એ દર્શકોને ચોંકાવી દીધા હતા. નિર્માતાઓની વિચારસરણી અને સ્ટાર કાસ્ટનું કામ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ખુદ નિર્માતાઓને પણ ખબર ન હતી કે પેન્ડોરાની દુનિયા લોકોને આટલી આકર્ષિત કરી શકે છે. હવે આ ફિલ્મનો બીજો ભાગ 'અવતારઃ ધ વે ઓફ વોટર' 16મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. બીજા ભાગને પણ લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ દરમિયાન આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના પેદ્દાપુરમ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, 'અવતાર 2' જોતી વખતે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.
આ શુક્રવારે વૈશ્વિક સ્તરે રિલીઝ થયેલી ફિલ્મ 'અવતાર 2'ને પણ લોકો ઘણો પ્રેમ આપી રહ્યા છે. શરૂઆતના દિવસે જ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મના VFX, ટેક્નોલોજી સહિતની દરેક વસ્તુ દર્શકોના હોશ ઉડાવી રહી છે. પરંતુ આ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આંધ્રપ્રદેશમાં 'અવતાર 2' જોતી વખતે એક વ્યક્તિ એટલો ગંભીર બની ગયો હતો કે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું હોવાના અહેવાલ છે.
આંધ્રપ્રદેશના લોકલ મીડિયામાં છપાયેલા એક અહેવાલ અનુસાર, લક્ષ્મીરેડ્ડી શ્રીનુ તેમના ભાઈ રાજુ સાથે જેમ્સ કેમરનની ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' જોવા માટે પેદ્દાપુરમ ગયા હતા. ફિલ્મ જોતી વખતે શ્રીનુ અચાનક ફિલ્મની વચ્ચે પડી ગયો. તેનો નાનો ભાઈ રાજુ તેને કોઈક રીતે પેદ્દાપુરમની સરકારી હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ ત્યાંના ડૉક્ટરોએ શ્રીનુને મૃત જાહેર કર્યો. અહેવાલો અનુસાર, મૃતક લક્ષ્મીરેડ્ડી શ્રીનુને એક પુત્ર અને એક પુત્રી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર