Home /News /entertainment /

ઐશ્વર્યાને મા કહેનારો વિચિત્ર વ્યક્તિ રહેમાન પર પણ કરી ચુક્યો છે દાવો!

ઐશ્વર્યાને મા કહેનારો વિચિત્ર વ્યક્તિ રહેમાન પર પણ કરી ચુક્યો છે દાવો!

આખી ઘટનામાં વિશાખાપટ્ટનમ પોલીસે કહ્યું છે કે આ કેસમાં જો ઐશ્વર્યા રાય બચ્ચન આ મામલે કોઇ ફરિયાદ કરે છે તે તેઓ એક્શન લેવા તૈયાર છે

આખી ઘટનામાં વિશાખાપટ્ટનમ પોલીસે કહ્યું છે કે આ કેસમાં જો ઐશ્વર્યા રાય બચ્ચન આ મામલે કોઇ ફરિયાદ કરે છે તે તેઓ એક્શન લેવા તૈયાર છે

મેંગ્લોર: ઐશ્વર્યા રાય બચ્ચનને મા કહેનારો આંધ્રપ્રદેશનાં મેંગ્લોરનાં રહેનારા 29 વર્ષિય સંગીથ કુમારનાં ડ્રામા પર બચ્ચન પરિવારે કોઇ જ રિએક્શન આપ્યું નથી. હવે આ આખી ઘટનામાં વિશાખાપટ્ટનમ પોલીસ સ્ટેશન તરફથી કહેવામાં આવ્યું છે કે આ કેસમાં જો ઐશ્વર્યા રાય બચ્ચન આ મામલે કોઇ ફરિયાદ કરે છે તે તેઓ એક્શન લેવા તૈયાર છે.

ઐશ્વર્યા રાય બચ્ચન તરફથી ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ આ વાતની તપાસ કરશે કે દાવો કરનારો સંગીથ માનસિકરૂપે બિમાર તો નથી ને. આપને જણાવી દઇએ કે આ પહેલાં સંગીથ આવા પ્રકારનો દાવો સંગીતકાર એ.આર રહેમાન પર કરી ચુક્યો છે.

રિપોર્ટ્સની માનીયે તો, થોડા દિવસોપહેલે તેણે પોતાને દિગ્ગજ સંગીતકાર એ.આર. રહેમાનનો શિષ્ય ગણાવ્યો હતો. જોકે તે સમયે આ મામલો એટલો ચર્ચામાં આવ્યો ન હતો.

સોર્સિસની માનીયે તો, સંગીથ ખરેખરમાં આંધ્ર પ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં કામ કરનારા એક બસ કંડ્કટરનો દીકરો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સંગીથ વિશાખાપટ્ટનમનાં ચોરવડમ જિલ્લામાં મોટો થયો છે. આ આખી ઘટના પર ચોરવડમ સર્કલનાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ. શ્રીનિવાસને મીડિાયને કહ્યું કે, અમે સંગીથનાં દાવા પર એક્શન જરૂર લઇશું અને ફરિયાદ પણ દાખલ થશે.

હાલમાં સંગીથ તેનાં મોબાઇલમાં ઐશ્વર્યાની ફોટો લઇને ફરે છે. કહે છે કે ઐશ્વર્યાએ 1988માં IVF દ્વારા લંડનમાં તેને જન્મ આપ્યો હતો. જન્મતાની સાથે જ પરિવારવાળાને કારણે તે તેની મા સાથે નથી રહી શક્યો. આ આખી ઘટના એટલે જ વિચિત્ર લાગે છે કારણ કે વર્ષ 1988માં ઐશ્વર્યા માત્ર 14 વર્ષી હતી.

સંગીથનું કહેવું છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન અલગ થઇ ગયા છે. તે હાલમાં એકલી રહે છે. તેથી હું ઇચ્છુ છઉ કે તે તેમનાં દીકરા સાથે મેંગ્લોરમાં રહે. મને તેમનાંથી અલગ થયે 27 વર્ષ થઇ ગાય છે હું તેમનાં વગર નથી રહી શકતો.

તેણે દાવો કર્યો હતો કે , મે ક્યારેય મારી મા ઐશ્વર્યા સાથે વાત નથી કરી. તેનું કારણ મારા પરિવારવાળા છે. તેઓ મને ખોટી ખોટી માહિતી આપતા હતાં. હવે હું ઇચ્છુ છુ કે કોઇ મને ઐશ્વર્યાનો નંબર લાવી આપે. જેથી હું તેમની સાથે સીધી વાત કરી શકું. તેણે સ્પષ્ટ કર્યું કે, તે તેનાં નેટિવ પ્લેસ ત્યારે જ જશે જ્યારે તેને તેની મા ઐશ્વર્યા વિશે સાચી માહિતી મળશે.
First published:

Tags: Abhishek bacchan, Aishwarya Rai Bachchan, Claimed, Man, માતા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन