લોકપ્રિય તમિલ એક્ટર વિજય સેતુપતિ ઉપર બેંગ્લુરુ એરપોર્ટ ઉપર અજાણ્યા વ્યક્તિનો હુમલો, જુઓ video

બેંગલુરુ એરપોર્ટ ઉપર વિજય ઉપર હુમલો

attack on tamil actor:વીડિયોમાં વિજય જ્યારે એરપોર્ટથી (vijay sethupathi) બહાર નીકળવા માટે આગળ વધી રહ્યા હતા ત્યારે એક જણાવ્યો વ્યક્તિ તેના ઉપર પાછળથી હુમલો કર્યો હતો.

 • Share this:
  બેંગ્લુરુઃ લોકપ્રિય તમિલ એક્ટર જિજય સેતુપતિ (tamil actor Vijay Sethupathi)ઉપર બેંગ્લુરુ એરપોર્ટ (Bangalore Airport) ઉપર એક મિસ્ટ્રી મેને હુમલો કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ (video viral on social media) થઈ રહ્યો છે. વીડિયોમાં વિજય જ્યારે એરપોર્ટથી બહાર નીકળવા માટે આગળ વધી રહ્યા હતા ત્યારે એક જણાવ્યો વ્યક્તિ તેના ઉપર પાછળથી હુમલો કર્યો હતો. વિજય સેતુપતિ પણ એરપોર્ટ ઉપર થયેલા અચાનક હુમલાના કારણે ચોંકી ગયા હતા.

  વીડિયો જોઈને એવું લાગે છે કે વિજય સેતુપતિની સાથે રહેલો તેનો આસિસ્ટન્ટ જવાબી કાર્યવાહી કરવા માંગતો હતો, જોકે એરપોર્ટના સુરક્ષા કર્મચારીઓએ તેને આમ કરતા અટકાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા અભિનેતા શૂટિંગ માટે બેંગ્લુરુ ગયો હતો.

  એક ટ્વિટર યુઝરે હુમલાનો વીડિયો પોસ્ટ કરનાર પત્રકારને જવાબ આપ્યો છે. તેણે ટ્વીટ કર્યું, 'આ ઘટના ગઈ કાલે રાત્રે KIAL ખાતે બની હતી. વિજય સેતુપતિના આસિસ્ટન્ટ અને અન્ય નશામાં ધૂત પેસેન્જર વચ્ચે થોડી દલીલ થઈ હતી. દલીલબાજી બાદ મુસાફરે વિજયના આસિસ્ટન્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં મુસાફરે માફી માંગી લેતા મામલો થાળે પડ્યો હતો.  યુઝરે દાવો કર્યો છે કે સેતુપતિના આસિસ્ટન્ટ અને નશામાં ધૂત પેસેન્જર વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે પેસેન્જરે આસિસ્ટન્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું છે કે મુસાફરની માફી માગ્યા બાદ મામલો ઉકેલાઈ ગયો છે.

  આ પણ વાંચોઃ-માતાની ક્રૂરતાનો live vieo! બંને હાથેથી પુત્રને બેરહેમીથી મારવા લાગી, પતિએ પત્નીની કરતૂતનો બનાવ્યો video

  વર્ક ફ્રન્ટ પર, વિજય સેતુપતિ છેલ્લે 'એનાબેલ સેતુપતિ'માં જોવા મળ્યો હતો, જેમાં તાપસી પન્નુ પણ હતી. હોરર કોમેડી 17 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ OTT પ્લેટફોર્મ ડિઝની + હોટસ્ટાર પર રજૂ કરવામાં આવી હતી.
  Published by:ankit patel
  First published: