ઈશા ગુપ્તા સાથેના બૉલ્ડ સીન અંગે મલ્લિકાનું બેબાક નિવેદનઃ પુરુષ કરતાં વધારે મહિલા સાથે ઈન્ટિમેટ થવું ઇઝી છે

મલ્લિકા શેરાવત (ફાઈલ ફોટો)

અભિનેત્રી મલ્લિકા શેરાવતે (Mallika Sherawat) વેબ સિરીઝ ‘નકાબ’માં ઈશા ગુપ્તા (Esha Gupta) સાથે એક ઇન્ટિમેટ સીન કર્યો છે

 • Share this:
  ફિલ્મોમાં પોતાના બૉલ્ડ પાત્રોના કારણે ચર્ચામાં રહેનારી અભિનેત્રી મલ્લિકા શેરાવતે (Mallika Sherawat) વેબ સિરીઝ ‘નકાબ’માં ઈશા ગુપ્તા (Esha Gupta) સાથે એક ઇન્ટિમેટ સીન કર્યો છે. આ સીનની ચોતરફ ચર્ચા થઈ રહી છે, તેના પર મલ્લિકાએ જવાબ આપ્યો છે.

  બૉલ્ડ અને બિન્દાસ્ત એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે (Mallika Sherawat) ઑનસ્ક્રીન મહિલા સાથેનો કિસિંગ સીન તેના માટે સરળ રહ્યો કે મુશ્કેલ તે અંગે જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે MX Player પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘નકાબ’માં મલ્લિકા શેરાવતે અભિનેત્રી ઈશા ગુપ્તા (Esha Gupta) સાથે ઈન્ટિમેટ સીન કર્યો છે, જે અત્યંત ચર્ચામાં છે. આ સીન વિશે વાત કરતા મલ્લિકાએ કહ્યું કે, પુરુષ કરતા વધારે મહિલા સાથે ઇન્ટિમેટ સીન કરવો સરળ છે.

  મલ્લિકા શેરાવતે ‘ખ્વાઈશ’ ફિલ્મમાં 17 કિસિંગ સીન કર્યા હતા

  મલ્લિકાની ફિલ્મોમાં એન્ટ્રી થઈ ત્યારથી જ તે ચર્ચામાં આવી ગઈ હતી. અભિનેત્રીએ પોતાના કરિયરમાં ઘણા બૉલ્ડ રોલ કર્યા છે. એમ કહી શકાય કે તેને ઓળખ બૉલ્ડ પાત્રો ભજવીને જ મળી. ‘ખ્વાઈશ’ ફિલ્મમાં મલ્લિકા શેરાવતે કો-ઍક્ટર સાથે આશરે 17 કિસિંગ સીન કર્યા હતા.

  ઈશા ગુપ્તા સાથેના ઈન્ટિમેટ સીન વિશે શું બોલી મલ્લિકા?

  સ્પૉટબૉયને આપેલા ઈન્ટરવ્યૂમાં મલ્લિકા શેરાવતને જ્યારે પૂછવામાં આવ્યું કે, એક ફિમેલ સાથે ઇન્ટિમેટ દ્રશ્ય ભજવવો કેટલો મુશ્કેલ રહ્યો ત્યારે તેણે કહ્યું કે, ‘આ બિલ્કુલ મુશ્કેલ નહોતું. એક ફિમેલ સાથે ઇન્ટિમેટ થવામાં તેને કોઈ પ્રકારની મુશ્કેલી નથી પડી. આ તો એક પુરુષ સાથે ઑનસ્ક્રીન ઇન્ટિમેટ થવા કરતા સરળ છે.’

  આ છે ‘નકાબ’ની વાર્તા

  ‘નકાબ’માં એક હાઈપ્રોફાઈલ ઍક્ટ્રેસના સુસાઈડની વાર્તા છે, જેનાથી આખા દેશમાં અફરાતરફી મચી જાય છે. મલ્લિકા શેરાવત આ સિરીઝમાં એકદમ અલગ જ પાત્રમાં જોવા મળવાની છે. મલ્લિકા શેરાવત, ઈશા ગુપ્તા ઉપરાંત છેલ્લે ‘સ્ટેટ ઓફ સીજ: ટેમ્પલ અટેક’માં જોવા મળેલ ગૌતમ રોડે પણ ‘નકાબ’માં મહત્વના રોલમાં છે.

  આ પણ વાંચો - દીપિકા પાદુકોણે પીવી સિંધુ સાથે બેડમિન્ટન રમીને કેલરી બાળી, ફેન્સે કહ્યું- ‘બાયોપિકની થઈ રહી છે તૈયારી’

  ફિલ્મોમાં ન્યુડ સીન વિશે મલ્લિકાએ કરી હતી આ વાત

  તાજેતરમાં મલ્લિકા શેરાવતે ફિલ્મોમાં આવતા ન્યુડ સીન વિશે વાત કરી હતી. મલ્લિકાએ કહ્યું હતું કે, બૉલ્ડ સીન માટે હંમેશા મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. જ્યારે તેની સાથે પુરુષ પણ હોય જ છે એ સીનમાં. તેઓ બૉલ્ડ સીન કરે છે ત્યારે તમને કંઈ કહેવામાં નથી આવતું. તેમને ખરાબ ચિતરવામાં નથી આવતા. મલ્લિકાએ એમ પણ કહ્યું હતું આ એક પિતૃસત્તાક વિચારધારા છે. પુરુષ સામે કોઈને વાંધો નથી, પરંતુ મહિલાઓને અપરાધી કહેવામાં આવે છે.
  Published by:kiran mehta
  First published: