...અને મલ્લિકા શેરવાતે ટ્વિટર પર સુષમા સ્વરાજને કહ્યું, Please help

મલ્લિકા સ્કૂલ ફોર જસ્ટિસની બ્રાન્ડ એમ્બેસેડર છે. જે ફ્રી-અ-ગર્લ NGOનો જ એક ભાગ છે

News18 Gujarati
Updated: February 13, 2018, 12:22 PM IST
...અને મલ્લિકા શેરવાતે ટ્વિટર પર સુષમા સ્વરાજને કહ્યું, Please help
મલ્લિકા સ્કૂલ ફોર જસ્ટિસની બ્રાન્ડ એમ્બેસેડર છે. જે ફ્રી-અ-ગર્લ NGOનો જ એક ભાગ છે
News18 Gujarati
Updated: February 13, 2018, 12:22 PM IST
મુંબઇ: મલ્લિકા શેરાવતે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ પાસે મદદ માંગી છે. મલ્લિકાએ આ મદદ ફ્રી-અ-ગર્લ NGOની કો-ફાઉન્ડરને ભારતીય વિઝા અપાવવા સંબંધે માંગી છે. તેમનું નામ એવેલિન હોસ્કેન છે. એવેલિનની
વીઝા એપ્લિકેશન ઘણી વખત રિજેક્ટ થઇ ચૂકી છે. આ સંબંધમાં મદદ કરવા માટે મલ્લિકાએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ટ્વિટ કરી છે. મલ્લિકા પણ આ NGO સાથે જોડાયેલી છે. આ એનજીઓ માનવ તસ્કરી અને બાળકોનાં યૌન શોષણ વિરુદ્ધ કામ કરે છે.

આપને જણાવી દઇએ કે મલ્લિકા સ્કૂલ ફોર જસ્ટિસની બ્રાન્ડ એમ્બેસેડર છે. જે ફ્રી-અ-ગર્લ NGOનો જ એક ભાગ છે. જેમાં યુવતીઓને શિક્ષણ અને પ્રશિક્ષણ આપવાનું કામ થાય છે.

સુષમા સ્વરાજ ઘણી વખત આવા મુદ્દાઓ પર સીધી પ્રતિક્રિયા આપે છે. અને ટ્વિટર મારફતે જ સમસ્યાનું સમાધાન પણ લાવે છે. તેથી જ મલ્લિકાએ ટ્વિટર પર જ મદદ માંગવાનો વિચાર કર્યો હતો. મલ્લિકાનું આ વિશે કહેવું છે કે, સુષમાજી પાસેથી પોઝઇટિવ રિસ્પોન્સની સંપૂર્ણ આશા છે. હાલમાં તેમણે કોઇ ટિપ્પણી કરી નથી પણ આશા છે ક તે જલદી જ અમારી મદદે આવશે.


Loading...આમ તો મલ્લિકા શેરાવત ઘણાં સમયથી બોલિવૂડથી દૂર છે પણ સોશિયલ મીડિયાની મદદથી તે તેનાં ચાહકોની નજીક રહે છે. થોડા દિવસ પહેલાં જ તેણે તેની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે કેલિફોર્નિયામાં રજાઓ માણતી નજર આવી હતી.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...