Home /News /entertainment /

ગુજરાતી ફિલ્મ 'શરતો લાગૂ'નું ટ્રેલર રિલીઝ, જુઓ VIDEO

ગુજરાતી ફિલ્મ 'શરતો લાગૂ'નું ટ્રેલર રિલીઝ, જુઓ VIDEO

'શરતો લાગૂ'

તદ્દન અલગ મિજાજ અને વિચાર ધરાવતા બે વ્યક્તિઓ જ્યારે એક થવાનો નિર્ણય કરે ત્યારે શું થાય છે તે છે આ ફિલ્મની કહાની

    અમદાવાદ: મલ્હાર ઠાકર અને દિક્ષા જોષીની ફિલ્મ 'શરતો લાગૂ'નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મમાં મલ્હાર અને દિક્ષા લિડ રોલમાં છે. રોમેન્ટિક ઝોનરાની આ ફિલ્મ નિરજ જોષીનાં ડિરેક્શનમાં બની છે. જ્યારે તે 19 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થઇ રહી છે.

    ફિલ્મમાં મલ્હાર અને દિક્ષા ઉપરાંત હેમત ઝાં, અલ્પના બૂચ, ગોપી દેસાઇ, પ્રશાંત બારોટ, છાયા વોરા, ઉજવલ દવે, દિશા મહેતા, હરીક્રિષ્ના દવે, હિતાર્થ જોષી, દિપા ત્રિવેદી જેવાં દિગ્ગજ કલાકાર પણ છે.



    ફિલ્મની કહાની કંઇક હટ કે છે તદ્દન અલગ મિજાજ અને વિચાર ધરાવતા બે વ્યક્તિઓ જ્યારે એક થવાનો નિર્ણય કરે ત્યારે તેમનાં વચ્ચે કેવી કેવી સમસ્યા સર્જાતી હોય છે અને તેઓ એકબીજા માટે પોતાને કેટલું બદલવા તૈયાર થાય છે તે આ ફિલ્મની મુખ્ય કહાની છે. હવે આખરે સત્યવ્રત અને સાવિત્રી એક થાય છે કે નહીં તે જાણવા માટે તો ફિલ્મ જોવી જ રહી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Diksha Joshi, Malhar Thakar, Sharto Lagu, Trailer out, ગુજરાતી ફિલ્મ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन