Home /News /entertainment /

સ્ટેન્ડઅપ કોમેડી શો દરમિયાન મહિલા તેના કપડાં ઉતારવા માંડી, ‘ઈસ્લામનું અપમાન કરવાનો આરોપ’, જુઓ વીડિયો

સ્ટેન્ડઅપ કોમેડી શો દરમિયાન મહિલા તેના કપડાં ઉતારવા માંડી, ‘ઈસ્લામનું અપમાન કરવાનો આરોપ’, જુઓ વીડિયો

પોલીસે મહિલાની ધકપકડ કરી છે.

સ્ટેજ પર મહિલા હિજાબ પહેરીને ઈસ્લામ વિશે કંઈક બોલી રહી છે. ઈસ્લામ પર બોલતાં બોલતાં તે સ્ટેજ પર કપડાં ઉતારવા લાગી. જો કે, આઉટફિટની નીચે તેને ટૂંકો ડ્રેસ પહેર્યો હતો

    મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં એક મહિલાએ સ્ટેન્ડઅપ કોમેડી શો દરમિયાન સ્ટેજ પર જ પોતાનાં કપડાં ઉતારી દીધાં. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. લગભગ 45 સેંકડના વીડિયોમાં જોઈ શકયા છે કે, સ્ટેજ પર મહિલા હિજાબ પહેરીને ઈસ્લામ વિશે કંઈક બોલી રહી છે. ઈસ્લામ પર બોલતાં બોલતાં તે સ્ટેજ પર કપડાં ઉતારવા લાગી. જો કે, આઉટફિટની નીચે તેને ટૂંકો ડ્રેસ પહેર્યો હતો. વીડિયો વાઈરલ થયા પછી મલેશિયામાં હંગામો મચી ગયો. એટલું જ નહીં, મહિલા વિરુદ્ધ ઇસ્લામનું અપમાન કરવાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.



    આ મહિલાનું નામ સીતી નૂરામીરા અબ્દુલ્લાહ (Siti Nuramira Abdullah) છે. સીતી 26 વર્ષની છે. સીતીનું કહેવું છે કે, તેણે કંઈ ખોટું નથી કર્યું. તેના પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. સીતી નૂરામિરા પર મલેશિયાઈ દંડ સંહિતાની કલમ 298A અંતર્ગત વિવાદ, મતભેદ અથવા દુશ્મનાવટ પેદા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 9 જુલાઈએ પોલીસે સીતીની ધરપકડ કરી હતી.

    કોમેડી શો દરમિયાન મહિલાએ કપડાં ઉતાર્યા હતા

    સીતીનો વીડિયો વાઈરલ થયા પછી સ્થાનિક પ્રશાસને કોમેડી ક્લબનું લાયસન્સ રદ કરી દીધું હતું. ક્લબે નિવેદન જાહેર કરી કહ્યું કે, સીતીની હરકતોથી મલેશિયાની છબી કલંકિત થઈ છે. હકીકતમાં સીતીનો પ્રેમી એલેક્ઝાન્ડર નવીન વિજયચંદ્રએ કુઆલાલંપુરના ક્રેકહાઉસ કોમેડી ક્લબના ઓપન માઈક સેશનમાં શૂટ કરવામાં આવેલા આ વીડિયોને પોતાની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરી દીધો હતો, જે વાઈરલ થઈ ગયો. કોર્ટે બંનેને 20,000-20,000 રિંગિટ પર જામીન આપ્યા હતા. તે ઉપરાંત કોર્ટે કેસનો ઉકેલ ન આવે ત્યાં સુધી પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Malaysia

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन