મલાઈકાએ અર્જુન કપૂર સાથેના પોતાના રિલેશનને કરી દીધું ઓફિશિયલ!

News18 Gujarati
Updated: November 30, 2018, 7:46 AM IST
મલાઈકાએ અર્જુન કપૂર સાથેના પોતાના રિલેશનને કરી દીધું ઓફિશિયલ!
અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ સાથે મળી લોખંડવાલા કોમ્પલેક્સમાં એક શાનદાર અપાર્ટમેન્ટ ખરીદ્યો છે

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ સાથે મળી લોખંડવાલા કોમ્પલેક્સમાં એક શાનદાર અપાર્ટમેન્ટ ખરીદ્યો છે

  • Share this:
બોલીવુડની એકદમ હોટ અને સેક્સી અભિનેત્રી મલાઈકા અરોરા હાલમાં અભિનેતા અર્જૂન કપૂર સાથેના રિલેશનને લઈ ચર્ચામાં છે. 45 વર્ષની થઈ ચુકેલી આ અભિનેત્રી અર્જૂન કપૂરથી 12 વર્ષ મોટી છે.

અર્જૂન કપૂર અને મલાઈકા વચ્ચેના સંબંધના સમાચાર આવવાના શરૂ થયા તો પહેલા તો ફેન્સને માનવામાં આવતું ન હતું, પરંતુ સમય-સમયે સામે આવતી તસવારોએ લોકોથી લોકોને હવે વિશ્વાસ થવા લાગ્યો. શરૂઆતમાં સંતાઈને મળતા હતા, હવે તો જાહેરમાં પાર્ટીમાં, ડિનર પર સાથે જાવા મળવા લાગ્યા. ત્યારે લાગ્યું કે બંને વચ્ચે કઈંક તો પકાઈ રહ્યું છે.

હાલમાં જ મલાઈકાની એક તસવીર સામે આવી છે જે પ્રૂવ કરવા માટે ખુબ છે કે બંને વચ્ચેનો પ્રેમ પરવાના પર છે.મલાઈકાએ ગળામાં એક પેન્ડલ પહેર્યું છે જેમાં AM લખ્યું છે. પેન્ડલમાં A અર્જુન કપૂર તરફ ઈસારો કરે છે જ્યારે M મલાઈકા તરફ. જોકે, તમને જણાવી દઈએ કે, મલાઈકાના પુત્રનું નામ પણ અરહાન ખાન છે અને પૂર્વ પતિનું નામ પણ અરબાઝ ખાન છે.


 
View this post on Instagram
 

#arjunkapoor #mallaikaarorakhan ❤️❤️❤️


A post shared by Viral Bhayani (@viralbhayani) on


મળીને ખરીદ્યું છે ઘર
પિંકવીલાની એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ સાથે મળી લોખંડવાલા કોમ્પલેક્સમાં એક શાનદાર અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ બંનેનું જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ છે. હવે આ બંને એક સાથે અહીં રહેશે કે નહી તે તેમના પર નિર્ભર છે.
First published: November 29, 2018
વધુ વાંચો
अगली ख़बर