Home /News /entertainment /Video: મલાઇકા અરોરાએ કૉપી કર્યો ઉર્ફી જાવેદનો લુક, બ્રાલેસ ટ્રાન્સપરન્ટ ટૉપમાં લાગી રહી છે કિલર
Video: મલાઇકા અરોરાએ કૉપી કર્યો ઉર્ફી જાવેદનો લુક, બ્રાલેસ ટ્રાન્સપરન્ટ ટૉપમાં લાગી રહી છે કિલર
મલાઈકા અરોરાએ ઉર્ફી જાવેદના કપડાં પહેર્યા?
Malaika Arora Latest Video: મલાઈકા અરોરાને આજે કોઇ ઓળખની જરૂર નથી. મલાઇકા (Malaika Arora) ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી છે પરંતુ આજે પણ એક્ટ્રેસ ફેશન અને લુકની બાબતમાં બોલીવુડની ફેશનિસ્ટાઓને ટક્કર આપે છે! મલાઈકાનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જેમાં તેના આઉટફિટને જોઈને એવું લાગે છે કે તેણે ઉર્ફી જાવેદના (Urfi Javed) કપડાના કપડા રીપીટ કર્યા છે! શું તમે મલાઈકાનો આ નવો વીડિયો જોયો છે?
Urfi Javed vs Malaika Arora: બોલ્ડનેસ અને ફેશનની વાત કરીએ તો, જે નામો કદાચ દરેકના મગજમાં આવે છે તેમાં ઉર્ફી જાવેદ અને મલાઈકા અરોરાનો સમાવેશ થાય છે. મલાઈકા અરોરા ગઈકાલે રાત્રે એક્ટ્રેસ કરીના કપૂરના ઘરે તેની બહેન અમૃતા અરોરાની બર્થ ડે પાર્ટીમાં પહોંચી હતી જ્યાં પાપારાઝી દ્વારા લેવામાં આવેલ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ વિડિયોમાં એક્ટ્રેસનો બ્રાલેસ લુક જોઈને દરેકને નવાઇ લાગે છે અને એક્ટ્રેસના આઉટફિટને જોઈને તેમને ઉર્ફીની યાદ આવી જાય છે, જેણે થોડા સમય પહેલા આવો જ આઉટફિટ પહેર્યો હતો. મલાઈકાએ પહેર્યા ઉર્ફીના કપડાં - ઈન્સ્ટાગ્રામ પર આ વાત ઝડપથી ફેલાઈ રહી છે. ચાલો જોઈએ અમૃતાના બર્થ ડે પર મલાઈકાએ એવું તો શું પહેર્યું હતું...
મલાઈકા અરોરા કરીના કપૂરના ઘરની બહાર જોવા મળી હતી. એક્ટ્રેસે તેની બહેનના બર્થ ડે સેલિબ્રેશન માટે બ્લેક ટોપ સાથે સ્કીન કલરનું સેલ્ફ ડિઝાઈન વાળુ પેન્ટ પહેર્યુ હતુ. આ બ્લેક ટોપ જોઈને બધાએ સોશિયલ મીડિયા પર કહ્યું કે મલાઈકાએ ઉર્ફી જાવેદના કપડાં પહેર્યા છે.
મલાઈકા અરોરાએ ઉર્ફી જાવેદના કપડાં પહેર્યા?
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મલાઈકાના લુકની સાથે ઉર્ફીનો લુક પણ નીચે બતાવવામાં આવ્યો છે જે મલાઈકાના લુક સાથે બિલકુલ મળતો આવે છે. એક્ટ્રેસ આ લુક માટે બ્રાલેસ હતી અને તેનું ટોપ અડધુ ટ્રાન્સપરન્ટ હતુ!
અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડે તેના બ્રેસ્ટને એક્સપોઝ કરતા જે ટોપ પહેર્યુ હતું તેના પર સૌકોઇની નજર અટકી ગઇ છે. મલાઈકાની બોલ્ડનેસ જોઈને બધાને ઉર્ફી યાદ આવી ગઈ. જ્યાં ફેન્સ મલાઈકાના આ લુકના વખાણ કરતા થાકતા નથી, ત્યારે તેને ટ્રોલ કરનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર