Home /News /entertainment /અરબાઝ ખાનનું જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે થઇ ગયું બ્રેકઅપ! વાત વાતમાં મલાઇકાએ જણાવી દીધી હકીકત
અરબાઝ ખાનનું જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે થઇ ગયું બ્રેકઅપ! વાત વાતમાં મલાઇકાએ જણાવી દીધી હકીકત
'મૂવિંગ ઇન વિથ મલાઇકા'માં એક્ટ્રેસે કહી દીધી આ મોટી વાત
Malaika Arora On Arbaaz Georgia Break Up: મલાઇકા આજકાલ પોતાના નવા ચેટ શૉ 'મૂવિંગ ઇન વિથ મલાઇકા' (Moving In With Malaika)'ને લઇને સતત ચર્ચામાં છે. આ શૉ પર મલાઇકા ખુલીને દરેક સવાલના જવાબ આપતી જોવા મળી રહી છે.
બોલીવુડ એક્ટર અરબાઝ ખાન (Arbaaz Khan)અને જ્યોર્જિયા એન્ડ્રિયાની (Giorgia Andriani) ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે હાલમાં જ તેના બ્રેકઅપની ખબરો ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે હાલમાં જ જ્યોર્જિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, તે અને અરબાઝ ફક્ત સારા મિત્રો છે.
જો કે તે વાતની કોઇ પુષ્ટિ નથી થઇ કે બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. ફિલ્મ મેકર કરણ જોહરે અરબાઝની એક્સ વાઇફ મલાઇકા અરોરાને તેના શૉ 'મૂવિંગ ઇન વિથ મલાઇકા'ના લેટેસ્ટ એપિસોડમાં આ જ સવાલ પૂછ્યો.
કરણે ડિવોર્સ પછી મલાઇકા સાથે અરબાઝ સાથે તેના સંબંધો વિશે પૂછવાનું શરૂ કર્યુ. તેના પર એક્ટ્રેસે કહ્યું, મને લાગે છે કે અમારા સંબંધો પ્રેમાળ છે. અમારા સંબંધો હવે ઘણા સારા છે. તે બાદ કરણે મલાઇકાને અરબાઝ અને જ્યોર્જિયાના બ્રેકઅપની ઉડી રહેલી અફવા વિશે પૂછ્યુ.
બ્રેકઅપની અફવા પર મલાઇકાએ શું કહ્યું
મલાઇકા અરોરાએ કહ્યું કે તે અફવા વિશે નિશ્ચિંત નથી અને તેણે કહ્યું કે, તે અરબાઝ અથવા તેના દીકરા અરહાનને પણ આ વિશે કંઇ પૂછતી નથી. તેણે કહ્યું, હું એ પ્રકારની વ્યક્તિ પણ નથી જે અરહાનને પૂછતી રહે કે શું ચાલી રહ્યું છે. મને લાગે છે કે મને એક હદ પાર કરવી પસંદ નથી. મને તે ગમતુ નથી. હું ઘણા ડિવોર્સી કપલને જાણુ છું જે પોતાના બાળકો દ્વારા બધી જાણકારી મેળવતા રહે છે. હું તે લોકોમાંથી નથી. હું તેનાથી દૂર રહું છુ.
તેવામાં શૉના પહેલા એપિસોડમાં મલાઇકા અરોરાએ અરબાઝ સાથે પોતાના પહેલા લગ્ન વિશે વિગતે વાત કરી હતી અને કહ્યું હતું કે તે ફક્ત એટલા માટે લગ્ન કરવા માગતી હતી, કારણ કે તે ઘરમાંથી બહાર નીકળવા માંગતી હતી.
તેણે કહ્યું કે, મે લગ્ન કર્યા કારણ કે મારે ફક્ત ઘરમાંથી બહાર નીકળવુ હતુ. મે જ અરબાઝને પ્રપોઝ કર્યુ હતુ. મે હકીકતમાં કહ્યું હતું કે, હુ લગ્ન કરવા માગુ છુ, શું તુ તૈયાર છે? તેણે ઘણા પ્રેમથી કહ્યું હતું કે તુ તારીખ અને જગ્યા પસંદ કરી લે. તે એક અદ્ભૂત વ્યક્તિ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર