Home /News /entertainment /આ...શું? પેન્ટ પહેર્યા વિના જ એક્સ હસબન્ડને મળવા પહોંચી મલાઇકા, કેમેરા સામે જ કરી ના કરવાની હરકત
આ...શું? પેન્ટ પહેર્યા વિના જ એક્સ હસબન્ડને મળવા પહોંચી મલાઇકા, કેમેરા સામે જ કરી ના કરવાની હરકત
મલાઇકા અને અરબાઝ ખાન વર્ષ 2017મા ઓફિશિયલી અલગ થઇ ગયા
મલાઇકા અને અરબાઝ ખાન વર્ષ 2017મા ઓફિશિયલી અલગ થઇ ચુક્યા હતા. બંનેએ પોતાના વણસતા સંબંધોના કારણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. આજે બંને સ્ટાર્સ પોતાની લાઇફમાં આગળ વધી ચુક્યા છે. મલાઇકા અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે ત્યાં અરબાઝ જ્યોર્જિયા એન્ડ્રિયાનીના ગળાડૂબ પ્રેમમાં છે.
Malaika Arora Arbaaz Khan:એક્ટ્રેસ મલાઈકા અરોરા એ સ્ટાર્સમાંથી એક છે જે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પોતાની પર્સનલ લાઈફ માટે વધુ ચર્ચામાં રહે છે. તે ક્યારેક તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર માટે તો ક્યારેક તેના એક્સ હસબન્ડ અરબાઝ ખાનને કારણે ચર્ચામાં રહે છે.
મલાઈકા અને અરબાઝના છૂટાછેડા થઈ ગયા હોવા છતાં તેઓ ઘણીવાર દીકરા અરહાન સાથે જોવા મળે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર બંને મંગળવારે મોડી રાત્રે સાથે જોવા મળ્યા છે. આ દરમિયાન મલાઈકાએ ફરી પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો, પરંતુ તેણે તેના એક્સ હસબન્ડ સાથે જે કર્યું તે બધાને ચોંકાવી દીધા.
મલાઈકા અરોરા અને તેના એક્સ હસબન્ડ અરબાઝ ખાન મંગળવારે મોડી રાત્રે ફરી મુંબઈમાં જોવા મળ્યા હતા. સામાન્ય રીતે બંને તેમના દીકરા અરહાન ખાન સાથે જોવા મળે છે, પરંતુ આ વખતે બંને એકલા જોવા મળ્યા હતા. આ દરમિયાન મલાઈકા અરોરા ફરીથી તેના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં આવી છે.
મલાઈકાએ શર્ટની ઉપર સ્વેટશર્ટ પહેર્યું હતું. આ સાથે તેણે બ્લેઝર કેરી કર્યું હતું. તે જ સમયે, મલાઈકાએ તેના લુકને કમ્પ્લીટ કરવા માટે તેના પગમાં લોન્ગ બૂટ પહેર્યા છે, પરંતુ જોવાની વાત એ છે કે તેણે પેન્ટ પહેર્યું નથી. એક્ટ્રેસનો આ લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અરબાઝ ખાન એક બિલ્ડિંગમાં એન્ટર કરે છે ત્યારે જ મલાઈકા અરોરા તેની પાછળથી આવે છે. આ દરમિયાન, તે અરબાઝને બિલકુલ ઇગ્નોર કરે છે અને અંદર જાય છે. તે ન તો રોકાય છે, ન મળે છે... અને આગળ વધી જાય છે.
અરબાઝ જેવો મલાઈકાને જુએ છે, તે કંઈપણ બોલ્યા વગર ચુપચાપ તેની પાછળ ચાલવા લાગે છે. તે જ સમયે, અરબાઝના હાથમાં એક બોટલ છે, જે ગિફ્ટ રેપ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ કોઈક ગેટ ટુ ગેધર માટે સાથે આવ્યા છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર