Dabang 3: ફિલ્મમાંથી પત્તું કપાતાં સલમાન પર ભડકી મલાઇકા

News18 Gujarati
Updated: February 8, 2019, 3:17 PM IST
Dabang 3: ફિલ્મમાંથી પત્તું કપાતાં સલમાન પર ભડકી મલાઇકા
એક ઇવેન્ટમાં આવેલી મલાઇકાએ આ અંગે વાત કરી હતી

મલાઇકાને સલવા કરવામાં આવ્યો ત્યારે તે એ વાતથી ભડકી કે તેના ગીતોને આઇટમ નંબર ન કહેવા જોઇએ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3' અંગે વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી છે. સલમાન ફિલ્મ 'ભારત'નું શૂટિંગ પૂરું કરી તેનું શૂટિંગ શરૂ કરી દેશે. પરંતુ સલમાન ખાન, મલાઇકાથી નારાજ છે એવું જાણવા મળ્યું છે. આ કારણે જ સલમાને મલાઇકાની જગ્યાએ ફિલ્મમાં કરિનાને એપ્રોચ કર્યો છે. હવે આ મામલે મલાઇકાએ મૌન તોડ્યું છે.

હાલમાં જ એક ઇવેન્ટમાં આવેલી મલાઇકાએ આ અંગે વાત કરી હતી. મલાઇકાને સવાલ કરવામાં આવ્યો ત્યારે તે એ વાતથી ભડકી કે તેના ગીતોને આઇટમ નંબર ન કહેવા જોઇએ. તેણે કહ્યું કે, મને નથી લાગતું કે મારા ગીતોને આઇટમ નંબર કહેવા જોઇએ. આ કોઇ ટેગ નથી. મેં અત્યાર સુધી ઘણા આઇટમ સોંગ કર્યા છે, પરંતુ મને નથી લાગતું કે લોકોએ મને લઇે કોઇ ધારણા બનાવી છે. હું જે કરવા ઇચ્છતી હતી, મેં હંમેશા એ જ કર્યું છે.

આ પણ વાંચો: એક તસવીરને લીધે રહેમાન થયા ટ્રોલ, પુત્રીએ આપ્યો આવો જવાબ

મલાઇકાએ કહ્યું કે, હું હંમેશા સ્ક્રિપ્ટ અને કહાણી સાંભળ્યા પછી જ કોઇ ગીતની પસંદગી કરું છું. કોઇ ગીત કરતાં પહેલાં તમને લાગે કે આને લઇને લોકો કોઇ ધારણા બનાવશે તો તેને છોડવું જ સારું છે. પર્સનલી કહું તો મેં એવા જ ગીતો કર્યા છે, જે મને બહુ પસંદ પડ્યા છે.
First published: February 8, 2019
વધુ વાંચો
अगली ख़बर