Home /News /entertainment /Malaika Arora 'બ્રા' પહેર્યા વિના Dog ને ફેરવવા ઘરની બહાર નીકળી, તસવીરો વાયરલ
Malaika Arora 'બ્રા' પહેર્યા વિના Dog ને ફેરવવા ઘરની બહાર નીકળી, તસવીરો વાયરલ
મલાઈકા અરોરા બ્રા પહેર્યા વગર બહાર નીકળી, ફોટો વાયરલ
અભિનેત્રી-મૉડલ મલાઈકા (Malaika Arora) તેના પાલતુ કૂતરા કેસ્પર સાથે બ્રા પહેર્યા વિના (Malaika Arora without Bra) ફરવા ગઈ ત્યારે તેનો લુક પાપારાઝીઓએ કેમેરામાં કેદ કરી લીધો
મલાઈકા અરોરા (Malaika Arora) તેના સ્ટાઇલિશ અંદાજથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. 48 વર્ષની ઉંમરે પણ મલાઈકા એવી છે કે, તે જે સોશિયલ મીડિયા પર કોઈ તસવીર શેર કરે છે કે તરત જ તે વાયરલ થઈ જાય છે. પરંતુ જ્યારે અભિનેત્રી-મૉડલ મલાઈકા તેના પાલતુ કૂતરા કેસ્પર સાથે બ્રા પહેર્યા વિના (Malaika Arora without Bra) ફરવા ગઈ ત્યારે તેનો લુક પાપારાઝીઓએ કેમેરામાં કેદ કરી લીધો. મલાઈકાએ ગ્રે સ્વેટશર્ટ અને મેચિંગ ટ્રેકપેન્ટ પહેર્યું હતું, મુંબઈમાં તેના ઘરની બહાર નીકળી ત્યારે ફેસ માસ્ક પહેર્યો હતો, પરંતુ તેણે બ્રા પહેરી ન હતી. તેની આ બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મલાઈકા અરોરા બ્રા પહેર્યા વગર બહાર નીકળી ગઈ
મલાઈકા અરોરા ઘણીવાર તેના પાલતુ કૂતરા કેસ્પરને ફરવા માટે બહાર જાય છે. મલાઈકા જ્યારે પેસ્ટલ પિંક કલરનું સ્લીપર પહેરીને બહાર આવી ત્યારે બધાની નજર તેના પર હતી. એવું નથી કે મલાઈકા પહેલીવાર તેના ડોગને વોક કરવા માટે બહાર ગઈ હોય, તે ઘણીવાર જોવા મળે છે, પરંતુ આ વખતે તેની બોલ્ડનેસ જોઈને બધા દંગ રહી ગયા.
મલાઈકા-અર્જુનનો સંબંધ
મલાઈકા અરોરા હાલમાં જ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથેના બ્રેકઅપના સમાચારને કારણે ચર્ચામાં હતી. થોડા દિવસો પહેલા તમામ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. લગભગ 4 વર્ષ સુધી સંબંધ રહ્યા બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે.
પરંતુ અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર મલાઈકા અરોરા સાથેની મિરર સેલ્ફી શેર કરી, બ્રેકઅપના તમામ સમાચારો પર બ્રેક લગાવી. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, સંદિગ્ધ અફવાઓ માટે કોઈ સ્થાન નથી, સુરક્ષિત રહો, લોકોને શુભકામનાઓ, દરેકને પ્રેમ કરો. અર્જુને આ પોસ્ટ પર હાર્ટ ઈમોજી શેર કરીને કોમેન્ટ કરી હતી.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પોતાના સંબંધોને લઈને એકદમ ખુલીને છે. ઇન્ટરવ્યુમાં બંનેએ કબૂલ પણ કર્યું છે. ઘણીવાર બંને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતા રહે છે. આ સિવાય તેઓ ફિલ્મી પાર્ટીઓ, ડિનર-લંચ અને વેકેશનમાં પણ સાથે જોવા મળે છે. મલાઈકા અરોરા અને તેના પૂર્વ પતિ અરબાઝ ખાનને પણ એક પુત્ર છે. 2019માં અર્જુનના જન્મદિવસ પર, મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર તેના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર