Home /News /entertainment /

VIDEO: દીકરા સાથે લંચ પર નીકળી મલાઇકા અરોરા, ટ્રોલ્સે કહ્યું- કોઇ આને પેન્ટ પહેરાવો?

VIDEO: દીકરા સાથે લંચ પર નીકળી મલાઇકા અરોરા, ટ્રોલ્સે કહ્યું- કોઇ આને પેન્ટ પહેરાવો?

મલાઇકા પેન્ટ પહેરવાનું ભૂલી

આ વીડિયો વાયરલ (Viral Video) થવાં પાછળનું એક કારણ મલાઇકા અરોરાનાં કપડાં છે. મલાઇકા આ વીડિયોમાં વ્હાઇટ અને બ્લૂ કલરનાં સ્ટ્રીપ શર્ટમાં નજર આવે છે. તેણે લોન્ગ સ્લિવ ઓવર સાઇઝ શર્ટ પહેર્યો છે અને નીચે કંઇજ પહેર્યું નથી.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગત રોજ રવિવારનાં દિવસે મલાઇકા અરોરાએ (Malaika Arora) તેની બહેન અમૃતા અરોરા અને દીકરા અરહાન ખાન સાથે લંચ લેવાં પહોંચી હતી જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ (Viral Video) થવાં પાછળનું એક કારણ મલાઇકા અરોરાનાં કપડાં છે. મલાઇકા આ વીડિયોમાં વ્હાઇટ અને બ્લૂ કલરનાં સ્ટ્રીપ શર્ટમાં નજર આવે છે. તેણે લોન્ગ સ્લિવ ઓવર સાઇઝ શર્ટ પહેર્યો છે અને નીચે કંઇજ પહેર્યું નથી.




    તેનો આ લૂક સોશિયલ મીડિયા પર વયારલ થઇ રહ્યો છે અને લોકો જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે. કોઇએ કહ્યું કે, આ પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ... તો કોઇએ લખ્યું, ક્યાં છે સોતેલો બાપ... તો એક જણે એવી કમેન્ટ કરી છે કે, કોઇ આને પેન્ટ પહેરાવો. તો અન્ય એક યુઝરે કમેન્ટમાં લખ્યું છે, લાગે છે અર્જુન કપૂર આનું પેન્ટ લઇ ગયો છે. અન્ય એક યુઝરે લખ્યું છે, 'આની ડ્રેસિંગ સેન્સ ખુબજ ખરાબ છે.'

    સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ


    કરન જોહરની બર્થ ડે પાર્ટીમાં પણ થઇ હતી ટ્રોલ

    સોશિયલ મીડિયા પર છેલ્લાં ઘણાં સમયથી મલાઇકાની ડ્રેસિંગ સેન્સને લઇને લોકો કમેન્ટ કરી રહ્યાં છે. આ પહેલાં તે કરન જોહરની પાર્ટીમાં જ્યારે પિંક કલરની બ્રા ઉપર નિયોન કોટ અને ચડ્ડો પહેરીને આવી હતી ત્યારે પણ તે ટ્રોલ થઇ હતી. તેણે આ કપડાંની સાથે નિયોન પિંક કલરનાં હાઇ પ્લેટફર્મ હિલ્સ પહેર્યા હતાં. આ ઉપરાંત મલાઇકા તેનાં અને અર્જુન કપૂરનાં અફેરને કારણે પણ ટ્રોલ્સનાં ટાર્ગેટ પોઇન્ટ પર રહે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Malaika Arora, વાયરલ વીડિયો

    આગામી સમાચાર