મલાઇકા અરોરાએ લીઘી કોરોના વેક્સિન, PHOTO શેર કરી આપી માહિતી

મલાઇકા અરોરાએ લીધી કોરોનાની રસી

મલાઇકા અરોરાએ કોરોનાનો પહેલો ડોઝ લઇ લીધો છે અને આ વાતની જાણકારી તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તસવીર શેર કરીને આપી છે.

 • Share this:
  એન્ટટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં પણ કોરોનાની રસી લેવાનું શરૂ થઇ ગયુ છે. મોટાભાગનાં સેલિબ્રિટીઝ જ્યાં એક તરફ કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે ત્યાં બીજી તરફ સ્ટાર્સ કોરોના વેક્સીન પણ લેવાનું શરૂ કરી દીધુ છે.

  હાલમાં બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસમાંથી એક મલાઇકા અરોરાએ કોરોનાની વેક્સીન લઇ લીધી છે. જેની જાણકારી તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તસવીર શેર કરીને આપી છે. આ પહેલાં બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચને કોરોનાની રસી લીધી છે તેની માહિતી તેમણે તેમનાં ટ્વિટર પર પોસ્ટ શેર કરી આપી છે. તેમજ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ પણ કોરોનાની રસી લીધી છે.
  તો બીજી તરફ આલિયા ભટ્ટ, આમીર ખાન, આર માધવન જેવા સ્ટાર્સ કોરોનાની ચપેટમાં છે. ટીવી એક્ટ્રેસ મોનાલીસાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

  આપને જણાવી દઇએ કે, મલાઇકા અરોરા પણ એક સમયે કોરોનાની ચપેટમાં આવી ગઇ હતી. તેનો બોયફ્રેન્ડ અર્જૂન કપૂર પણ કોરોનાની ચપેટમાં આવ્યો હતો જે માટે બંને હોમ ક્વૉરન્ટીન રહ્યાં હતાં. આ સમયે પણ મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી તેનાં કોરોના પોઝિટિવ થયાની ખબર શેર કરી હતી.
  Published by:Margi Pandya
  First published: