ફરી હોસ્પિટલ પહોંચી મલાઇકા અરોરા, શું કોઈ 'સારા' સમાચાર તો નથી ને?

News18 Gujarati
Updated: April 19, 2019, 7:51 AM IST
ફરી હોસ્પિટલ પહોંચી મલાઇકા અરોરા, શું કોઈ 'સારા' સમાચાર તો નથી ને?
મલાઇકા અરોરા

મલાઇકા અહીં કોઈને મળવા માટે આવે છે કે પછી પોતાની જ તબિયત ખરાબ છે તેની કોઈ જ જાણકારી મળી નથી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા થોડા દિવસોથી હોસ્પિટલના ધક્કા ખાઈ રહી છે. આને લઈને અનેક ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં તે અર્જુન કપૂર સાથે હોસ્પિટલ બહાર નજરે પડી હતી. જે બાદમાં તે ફરીથી લીલાવતી હોસ્પિટલ બહાર જોવા મળી છે. મલાઇકાની છેલ્લી હોસ્પિટલ મુલાકાતને તો યૂઝર્સ નિયમિત ચેકિંગની જેમ જ લઈ રહ્યા છે.

જોકે, બીજી વખત તે હોસ્પિટલ પહોંચતા તેના ફેન્સ ચિંતામાં છે. લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે આખરે વાત શું છે? આ વખતે મલાઇકા એકલી જ હોસ્પિટલ પહોંચી હતી. જ્યારે આ પહેલા તે અર્જુન કપૂર સાથે દેખાઈ હતી. હવે મલાઇકા અહીં કોઈને મળવા માટે આવે છે કે પછી પોતાની જ તબિયત ખરાબ છે તેની કોઈ જ જાણકારી મળી નથી.મલાઇકા ખૂબ જ સામાન્ય અંદાજમાં હોસ્પિટલ પહોંચી હતી. તે જેવા દેખાવમાં હોસ્પિટલ પહોંચી હતી તેવા અવતારમાં તે સામાન્ય રીતે જીમ જતી જોવા મળે છે. નોંધનીય છે કે હોસ્પિટલના ચક્કરને કારણે મલાઇકાની પ્રેગનેન્સીના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જોકે, પ્રેગનેન્સીના સમાચારની અફવા ઉડાવવામાં તો સોશિયમ મીડિયાની એક ખાસ આર્મી માહેર છે. મલાઇકાની જેમ જ ગત દિવસોમાં ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણથી લઈને કરીના કપૂર સુધીના પ્રેગનેન્સીના સમાચાર વાયરલ થયા હતા.
First published: April 19, 2019
વધુ વાંચો
अगली ख़बर