અર્જુન સાથે લગ્ન મામલે બોલી મલાઇકા, આ બધી બકવાસ વાતોમાં નથી કોઇ સત્યતા

News18 Gujarati
Updated: April 15, 2019, 5:12 PM IST
અર્જુન સાથે લગ્ન મામલે બોલી મલાઇકા, આ બધી બકવાસ વાતોમાં નથી કોઇ સત્યતા
અર્જુન-મલાઇકા

ગત દિવસોમાં તેણે તેનાં ઇન્સ્ટાગ્રામની વોલ પર એક સ્ટોરી મુકી હતી જેમાં લખ્યુ હતું કે, 'સોલમેટ, એક એવી વ્યક્તિ જેને આપ મળવાની સાથે જ એક કનેક્શન અનુભવો છો. આવું ગજબનું કનેક્શન આ પહેલાં અનુભવા

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: મલાઇકા અરોરા અને અર્જુન કપૂર તેમનાં લગ્નની ખબરોનું ખંડન કરી રહ્યાં છે. અત્યાર સુધી વાતો હતી કે અર્જુન અને મલાઇકા 19 એપ્રિલનાં રોજ લગ્ન કરવા જઇ રહ્યાં છે. બંને ગોવામાં હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ રિવાજોથી લગ્ન કરસે. પણ મલાઇકાએ બોમ્બે ટાઇમ્સ સાથે વાત ચીતમાં જણાવ્યું કે, આ તમામ વાતો બકવાસ છે  તેમાં કોઇ જ સત્યતા નથી.

અરબાઝ ખાન સાથે લગ્ન તુટ્યા બાદ મલાઇકા અને અર્જુનનાં સંબંધોની ખબર પાક્કી થઇ ગઇ. બંને થોડા દિવસ પહેલાં માલદિવમાં વેકેશન મનાવતા હોય તેમ પણ લાગ્લું.  આપને જણાવી દઇએ કે અર્જુન- મલ્લાઇકની ઉંમરની વાત કરીએ તો. અ્જુનની ઉંમર 33 વર્ષ છે જ્યારે મલાઇકાની ઉંમર 45 વર્ષ છે.

આ પણ વાંચો-Poster Out: ઘરડો થયો સલમાન ખાન, 'ભારત'માં જોવા મળશે આવો લૂક

મલાઇકાએ હાલમાં સોલમેટનો ઉલ્લેખ કર્યો તો. ગત દિવસોમાં તેણે તેનાં ઇન્સ્ટાગ્રામની વોલ પર એક સ્ટોરી મુકી હતી જેમાં લખ્યુ હતું કે, 'સોલમેટ, એક એવી વ્યક્તિ જેને આપ મળવાની સાથે જ એક કનેક્શન અનુભવો છો. આવું ગજબનું કનેક્શન આ પહેલાં અનુભવાયુ ન થી. સમયની સાથે આ લગાવ વધુ ઉંડો થઇ રહ્યો છે. આપને તે અહેસાસ થવા લાગે છે કે, કોઇ છે જેને આપ સૌથી વધુ પ્રેમ રકો છો. આપનો નજિકનો વ્યક્તિ આપને દરેક લેવલે સમજે છે. અને જે આફને શાંતિ, સકુન અને આપને ચારેય તરફ ખુશીઓ વીખેરે છે.' જોકે, મલાઇકાએ તેની પોસ્ટમાં કોઇનું નામ લખ્યુ ન હતું.

આ પણ વાંચો-વાવાઝોડામાં ઉડી ગઇ'તી પતરાની છત, આજે છે આલીશાન બંગલાનો માલિક પંકજ ત્રિપાઠી

આપને જણાવી દઇએ કે મલાઇકાએક 16 વર્ષનાં દીકરાની માતા છે તેનાં અને અરબાઝનાં લગ્ન 1998માં થયા હતાં.આ જોડીએ વર્ષ 2017માં છુટાછેડા લીધા તેમનાં દીકરાનું નામ અરહાન છે. હાલમાં અરબાઝ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.આ પણ વાંચો-ડિપ્રેશનમાંથી બહાર આવેલા 'યો યો' પર બન્યુ સોન્ગ, 12 લાખ વખત જોવાયો VIDEO
First published: April 15, 2019, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading