મલાઇકા અરોરા અને અર્જુન કપૂર ધર્મશાલાનાં રસ્તા પર થયા રોમેન્ટિક, સામે આવી Latest Photos
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર ધર્મશાલાનાં રસ્તા પર થયા રોમેન્ટિક, સામે આવી Latest Photos
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર (Photo- @malaikaaroraofficial/Instagram)
મલાઇકા અરોરા (Malaika Arora) હાલમાં જ બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Arjun Kapoor)ની સાથે વેકેશન મનાવવા હિમાચલ પ્રદેશ ગઇ હતી આ વેકેશનની એક તસવીર હાલમાં મલાઇકાએ પોતાનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મલાઇકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) આમ તો તેમનાં સંબંધોને પ્રાઇવેટ રાખે છે પણ જેમ મલાઇકા હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)થી પરત આવ્યાં છે અને બંને ખુલીને એકબીજા સાથે ફ્લર્ટ કરતાં નજર આવે છે. હાલમાં જ અર્જુનની તસવીર પર મલાઇકાએ કમેન્ટ કરી હતી અને હવે મલાઇકાએ બોયફ્રેન્ડ અર્જુન સાથે એક રોમેન્ટિક તસવીર શેર કરી છે.
મલાઇકા અરોરાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે તેનાં બોયફ્રેન્ડ અર્જુનની સાથે રોમેન્ટિક અંદાજમાં ગળે લાગેલી છે. આ તસવીર શેર કરતાં મલાઇકાએ લખ્યું છે કે, 'જ્યારે તૂ આસપાસ હોય છે તો કંઇપણ નીરસ નથી હોતું..' મલાઇકાની આ તસવીર પર અર્જુને પણ કમેન્ટ કરી છે અને લખ્યું છે, 'હું સહમત છું..'
2 દિવસ પહેલાં મલાઇકાએ સોશિયલ મીડિયા પર 'થેન્ક્સ ગિવિંગ' મેસેજ માટે એક વીડિયો શેર કર્યો હતો જેમાં પહેલી તસવીર મલાઇકા અને અર્જુનની હતી.. આપને જણાવી દઇએ કે, હાલમાં જ મલાઇકા અર્જુનની સાથે વેકેશન પર હિમાચલનાં ધર્મશાલામાં હતી. અર્જુન કપૂર અહીં તેની ફિલ્મ 'ભૂત પોલીસ'નાં શૂટિંગ માટે આવ્યો હતો. આ ફિલ્મમાં અર્જુનની સાથે સૈફ અલી ખાન પણ છે. તેથી આ સમેય કરિના કપૂર અને મલાઇકા અરોરા બંને અહીં વેકેશન મનાવવાં આવ્યાં હતાં.
આપને જણાવી દઇએ કે, મલાઇકા અને અર્જુન ગત વર્ષે અર્જુન કપૂરનાં જન્મ દિવસે તેમનાં રિલેશનને જગજાહેર કર્યા હતાં. જે બાદથી આ જોડી અવાર નવાર એક સાથે તસવીરો શેર કરતી રહે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર