Home /News /entertainment /હૉટ મલાઈકાએ અર્જૂનને નહીં પણ અહીં હા પાડી દીધી; ફેન્સ ખુશીથી ઝુમવા લાગ્યા, બાદમાં થયો પોપટ

હૉટ મલાઈકાએ અર્જૂનને નહીં પણ અહીં હા પાડી દીધી; ફેન્સ ખુશીથી ઝુમવા લાગ્યા, બાદમાં થયો પોપટ

મલાઈકા અરોરા (ફાઈલ ફોટો)

મલાઈકાની આ પોસ્ટ પર ફેન્સની સાથે સાથે સેલેબ્સ પણ તેને શુભકામના આપી રહ્યા છે. તેની સાથે જ તમામ લોકો આ શોને જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે.

    મલાઈકા અરોડાએ આજે પોતાનો એક ફોટો શરે કરીને લખ્યું છે કે મેં હા કરી દીધી છે. તેની આ પોસ્ટ જેવી સોશ્યિલ મીડિયા પર આવી કે તુરંત જ વાયરલ થઈ ગઈ, ફેન્સ અંદાજ લગાવવા લાગ્યા હતા કે, મલાઈકાએ લગ્ન માટે તો હા નથી પાડી ને? તેણે અર્જૂન કપૂર સાથે લગ્ન કરવાનો નિર્ણય તો નથી લીધો ને. આ તમામ અટકળો વચ્ચે હવે મલાઈકાએ એક નવી પોસ્ટ કરી છે અને પાછલી કરેલી પોસ્ટની સચ્ચાઈ જણાવી છે. મલાઈકાએ હકીકતમાં અર્જૂનને લગ્ન માટે હા નથી પાડી, પણ તેણે પોતાના નવા શોને લઈને વાત કરી છે. તેનો આ શો ખૂબ જ અલગ હશે અને તે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આવશે. મલાઈકાએ જે ફોટો શેર કર્યો છે, તેના પર લખ્યું છે કે મૂવિંગ વિદ મલાઈકા. મલાઈકાએ તેની સાથે જ પોતાના નવા શોને લઈને બાકીની જાણકારી પણ આપી છે.

    આ પણ વાંચો: જ્યોર્જિયાની અદાઓ જોઈ ભૂલી જશો મલાઈકાનો ગ્લેમર, અરબાઝની ગર્લફ્રેન્ડ સામે ફિક્કી પડી એક્સ વાઈફ

    શું છે મલાઈકાની પોસ્ટમાં


    મલાઈકાએ લખ્યું છે કે, મેં હા કહી દીધી પણ ડિઝ્ની પ્લસ હોટસ્ટારને પોતાના નવા રિયાલિટી શોને લઈને. શોનું નામ મૂવિંગ વિદ મલાઈકા છે. તેના દ્વારા આપ મને વધારે ક્લોઝ અને પર્સનલી જોશો. જેવું પહેલા ક્યારેય થયું નથી. થોભો. આપ લોકો શું વિતચારી રહ્યા છો, કે હું શાના વિશે વાત કરી રહી છું. જુઓ આ શોનું 5 ડિસેમ્બરે સ્ટ્રીમ થઈ રહ્યું છે.




    મલાઈકાની આ પોસ્ટ પર ફેન્સની સાથે સાથે સેલેબ્સ પણ તેને શુભકામના આપી રહ્યા છે. તેની સાથે જ તમામ લોકો આ શોને જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે. આ શો દ્વારા બની શકે છે કે મલાઈકાની ડેલી લાઈફ અપડેટ્સ વિશે ફેન્સને ખબર પડશે કે સ્પેશિયલી તેમની પર્સનલ લાઈફ વિશે. આ મલાઈકાનું ડિજિટલ ડેબ્યૂ છે અને તેમાં મલાઈકાના પરિવારવાળા અને નજીકના દોસ્તો દેખાશે. તેની સાથે જ બની શકે છે કે, અર્જૂન પણ તેમાં દેખાય અને બંનેની લવ લાઈફ વિશે વધારે અપડેટ ત્યાંથી મળી રહે.

    તો વળી આ પોસ્ટ પર ફેન્સ પણ કમેન્ટ કરી રહ્યા છે કે, તેમને લાગી રહ્યું હતું કે, મલાઈકાએ અર્જૂન કપૂરને હા પાડી દીધી. તો વળી અમુકે કહ્યું કે, આપણે નકામા ખુશ થઈ રહ્યા હતા કે, મલાઈકા અને અર્જૂનના લગ્નનું અનાઉંસમેંટ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Malaika Arora

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन