Home /News /entertainment /સાત ફેરા પહેલાં જ અર્જૂન કપૂર સાથે હનીમૂન એન્જોય કરી રહી છે મલાઇકા, લગ્નની વાત પર આ શું બોલી ગઇ!
સાત ફેરા પહેલાં જ અર્જૂન કપૂર સાથે હનીમૂન એન્જોય કરી રહી છે મલાઇકા, લગ્નની વાત પર આ શું બોલી ગઇ!
મલાઈકાએ ફરી એકવાર પોતાના લગ્નના સવાલ પર રિએક્શન આપ્યું છે.
મલાઈકા અરોરા (Malaika Arora) 2016માં અરબાઝ ખાનથી (Arbaz Khan) અલગ થઈ ગઈ હતી અને થોડા સમય પછી અર્જુન કપૂર (Arjun Kapoor) સાથે રિલેશનશિપમાં આવી ગઈ હતી. અર્જુન-મલાઈકાની જોડી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ( Malaika Arora) તેના ડાન્સ મૂવ્સ અને તેની ગજબની ફિટનેસ માટે જાણીતી છે. મલાઈકા જ્યાં જાય છે ત્યાં મહેફિલ લૂંટી લે છે. પ્રોફેશનલ લાઈફની સાથે મલાઈકાની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં છે. મલાઈકા અરોરા 2016માં અરબાઝ ખાનથી (Arbaz Khan) અલગ થઈ ગઈ હતી અને થોડા સમય પછી અર્જુન કપૂર (Arjun Kapoor) સાથે રિલેશનશિપમાં આવી ગઈ હતી.
અર્જુન-મલાઈકાની જોડી ફેન્સને ખૂબ જ પસંદ આવે છે અને તેઓ હંમેશા બંનેના લગ્નને લઈને સવાલ ઉઠાવે છે. આવી સ્થિતિમાં મલાઈકાએ ફરી એકવાર પોતાના લગ્નના સવાલ પર રિએક્શન આપ્યું છે.
અર્જુન કપૂર સાથે પ્રી હનીમૂન ફેઝ એન્જોય કરી રહી છે મલાઈકા અરોરા
મલાઇકા અરોરા એક્ટર અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. બંનેની ઉંમર વચ્ચે લગભગ 12 વર્ષનું અંતર છે, પરંતુ તેમ છતાં બંનેના ફેન્સને તેમની જોડી ખૂબ જ પસંદ આવે છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે અને સાથે જોવા મળે છે. ફેન્સ ઈચ્છે છે કે બંને જલ્દીથી જલ્દી લગ્ન કરી લે. આ અંગે મલાઈકા અરોરાએ ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં કહ્યું કે તેને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. હાલમાં બંને (Arjun Malaika) તેમના પ્રી-હનીમૂન ફેઝ એન્જોય કરી રહ્યા છે.
જણાવી દઇએ કે મલાઈકા અને અર્જુન હવે ખુલ્લેઆમ તેમના રિલેશન વિશે વાત કરે છે. થોડા સમય પહેલા મલાઈકાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'અમે એક મેચ્યોર સ્ટેજ પર છીએ, જ્યાં અમે હજુ પણ એકબીજાને જાણી રહ્યાં છીએ. પરંતુ અમે ભવિષ્યને સાથે જોવા માંગીએ છીએ.
તેણે વધુમાં જણાવ્યું કે, અમે તેના વિશે ઘણી વાતો કરીએ છીએ અને હસીએ છીએ, પરંતુ હવે તેના વિશે ગંભીર પણ છીએ. કોઈપણ રિલેશનશિપમાં સિક્યોર અને પોઝિટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. હું ખુશ અને પોઝિટિવ છું. અર્જુન મને તે આત્મવિશ્વાસ અને શ્યોરિટી આપે છે. બાકી, મને નથી લાગતું કે અમારે બધા પત્તા હમણાં જ ખોલી દેવા જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર