Home /News /entertainment /

Malaika Arora Accident: અભિનેત્રી મલાઇકા અરોરાની કારનો અકસ્માત, હોસ્પિટલમાં દાખલ

Malaika Arora Accident: અભિનેત્રી મલાઇકા અરોરાની કારનો અકસ્માત, હોસ્પિટલમાં દાખલ

રિપોર્ટ પ્રમાણે મલાઇકાની આંખ પાસે ઇજા પહોંચી છે (તસવીર - Instagram @malaikaaroraofficial))

Malaika Arora latest news - રિપોર્ટ પ્રમાણે મલાઇકાની કાર મુંબઈ પાસે પનવેલ વિસ્તાર પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ

    મુંબઈ : અભિનેત્રી મલાઇકા અરોરાની કારનો અકસ્માત (Malaika Arora Accident)થયો છે. જે પછી મલાઇકાને (Malaika Arora) હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે મલાઇકાની કાર મુંબઈ પાસે પનવેલ વિસ્તાર પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી.

    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કાર ચલાવતા સમયે મલાઇકાના ડ્રાઇવરનું બેલેન્સ બગડી ગયું હતું અને તેમની કાર અન્ય ત્રણ કારો સાથે ટકરાઇ હતી. રિપોર્ટ પ્રમાણે મલાઇકાની આંખ પાસે ઇજા પહોંચી છે. અકસ્માત પછી મલાઇકાને નવી મુંબઈની અપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.

    પોલીસ ઇન્સપેક્ટર શિરિષ પવારના મતે દુર્ઘટના મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર 38 કિમીના બિદું પર થઇ છે, જે એક દુર્ઘટના સંભવિત ક્ષેત્ર છે. ત્રણ વાહનો એકબીજા સાથે ટકરાયા હતા અને ત્રણેય વાહનોને નુકસાન પહોંચ્યું છે.

    આ પણ વાંચો - Sara Ali Khan બીચ પર સન બાથ કરતી જોવા મળી હતી, અભિનેત્રીએ શેર કર્યો Bikini Look

    હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે પોલીસ ઇન્સપેક્ટરે કહ્યું કે દુર્ઘટના પછી ગાડી વાળા ત્યાંથી ભાગી ગયા હતા તેથી ઇજા કેવી રીતે પહોંચી તે સ્પષ્ટ થયું નથી. અમને જણાવવામાં આવ્યું છે કે બધાને થોડી ઇજા પહોંચી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે અને આ પછી એફઆઈઆર નોંધવામાં આવશે.

    બોલિવૂડના પ્રખ્યાત પેપરાજી વિરલ ભયાનીએ પણ મલાઇકાના ઇજાગ્રસ્ત હોવાની વાત કહી છે


    પોલીસને ત્રણેય કારના નંબર મળ્યા

    રિપોર્ટ પ્રમાણે ખોપોલી પોલીસ સ્ટેશનના આસિસટન્ટ પોલીસ ઇન્સપેક્ટર હરીશ કલસેકરે કહ્યું કે અમને ત્રણેય કારના રજિસ્ટ્રેશન નંબર મળી ગયા છે. હવે માલિકોથી સંપર્ક કરીને તપાસ કરીશું કે શું બન્યું હતું. દુર્ઘટના કેવી રીતે થઇ અને કોની ભૂલ હતી તેની તપાસ પછી એફઆઈઆર નોંધવામાં આવશે.

    આ પણ વાંચો - તારા સુતારિયાનો સ્કાર્લેટ રેડ જોર્જેટ સાડી અને બેકલેસ બ્લાઉઝમાં છવાયો દેશી લૂક, ફેન્સ થયા દિવાના

    અમૃતા અરોરાએ કહ્યું - મલાઇકા ઠીક છે

    બોલિવૂડના પ્રખ્યાત પેપરાજી વિરલ ભયાનીએ પણ મલાઇકાના ઇજાગ્રસ્ત હોવાની વાત કહી છે. આ સાથે તેમણે મલાઇકાની બહેન અમૃતા અરોરાનું એક નિવેદન પણ જાહેર કર્યું છે. જેમાં જણાવ્યું છે મલાઇકા ઠીક છે. તેને વધારે ઇજા પહોંચી નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Malaika Arora, Malaika Arora Photos

    આગામી સમાચાર