Home /News /entertainment /સેલ્ફી લેવા આવેલા ફેન્સ પર ભડકી મલાઈકા અરોરા, તો ટ્રોલર્સે લીધી આડેહાથ
સેલ્ફી લેવા આવેલા ફેન્સ પર ભડકી મલાઈકા અરોરા, તો ટ્રોલર્સે લીધી આડેહાથ
ફરી ટ્રોલર્સનો શિકાર બની મલાઈકા
મલાઈકા અરોરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટ્રેસ પોતાની નજીક આવી રહેલા ફેન્સને જોઈને ડરી જાય છે. જોકે, આ વીડિયો જોઈને ટ્રોલર્સે ફરી મલાઈકાને આડે હાથ લીધી છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અવાર-નવાર કોઈના કોઈ કારણે ચર્ચામાં રહે છે. તેણી હાલ મુંબઈ એરપોર્ટની બહાર સ્પૉટ થઈ હતી. આ દરમિયાન મલાઈકા સાથે ફોટો ક્લિક કરવા માટે ફેન્સની ભીડ જામી ગઈ હતી. જોકે, મલાઈકા એક ફેનની હરકતથી ખૂબ જ નારાજ થઈ ગઈ હતી. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવતા ઘણા લોકો એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.
હકીકતમાં મલાઈકા અરોરા એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળી હતી. આ દરમિયાન એક્ટ્રેસને સેલ્ફી લેવા માટે ઘેરી લીધી હતી. મલાઈકાએ ફેન્સ સાથે પોઝ આપ્યો અને તેમની વિનંતી સ્વીકારી, પરંતુ જ્યારે ચાર લોકોએ તેને ઘેરી લીધી ત્યારે તેણી ચોંકી ગઈ હતી. આ દરમિયાન એક વ્યક્તિ ફોટો લેવા માટે તેની ખૂબ જ નજીક જતો રહ્યો હતો.
ફેન્સના આ હરકત પર મલાઈકા ગુસ્સે થઈ ગઈ અને તેણે હાથથી તેને રોકતા કહ્યુ, 'આરામથી'. ક્યારબાદ એક્ટ્રેસ ખૂબ જ ઝડપથી ત્યાંથી નીકળી ગઈ હતી. લુકની વાત કરીએ તો એકેટ્રેસે બ્લેક કલરનું ક્રોપ ટોપ અને મેચિંગ લેધર જેકેટ અને જીન્સ સાથે પોતાના લુકને પૂરો કર્યો હતો. તેણી હંમેશાની જેમ જ સ્ટાઈલિશ જોવા મળી હતી.
વીડિયો સામે આવતા જ લોકોએ મલાઈકાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણા લોકોએ તેને જયા બચ્ચના પાર્ટ 2 પણ કહી દીધું. એક યુઝરે લખ્યું હતું કે 'આટલો ઘમંડ'. બીજાએ લખ્યું, 'આ કઈ મોટી સુપરસ્ટાર છે જેના માટે લોકો આટલું મરી રહ્યા છે.' જો કે, ફેન્સે જે મલાઈકાની ખૂબ જ નજીક ગયા તેના ઉપર રોષ વ્યક્ત કર્યો હતો. લોકોની આ હરકત પર એક્ટ્રેસના ફેન્સને ગુસ્સો આવી ગયો હતો.
મલાઈકા છેલ્લે 'મૂવિંગ ઇન વિથ મલાઈકા' શોમાં જોવા મળી હતી. ભલે તેણી ફિલ્મોમાં એક્ટિવ નથી પરંતુ એક્ટ્રેસ અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર