અર્જુન કપૂરના ચક્કરમાં મલાઇકાએ ડ્રાઇવરને નોકરીમાંથી કાઢી મૂક્યો

News18 Gujarati
Updated: January 22, 2019, 2:14 PM IST
અર્જુન કપૂરના ચક્કરમાં મલાઇકાએ ડ્રાઇવરને નોકરીમાંથી કાઢી મૂક્યો
મલાઇકા અને અર્જુનની વાતો જોર પકડી રહી છે

આ શંકાના આધારે મલાઇકાએ તેના ડ્રાઇવર મુકેશને નોકરીમાંથી કાઢી મૂક્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરાને શંકા હતી કે તેનો ડ્રાઇવર તેની પર્સનલ વાતો લીક કરી રહ્યો છે. આ શંકાના આધારે મલાઇકાએ તેના ડ્રાઇવર મુકેશને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. મલાઇકાને આશંકા હતી કે તેની પર્સનલ વાતો અરબાઝ સુધી પહોંચે છે. જોકે, અરબાઝનો ડ્રાઇવર બબલુ, મુકેશનો ભાઇ છે. મલાઇકાને લાગી રહ્યું હતું કે, મુકેશ તેની વાતો બબલુને જણાવે છે. જે બાદ મલાઇકાએ ડ્રાઇવર મુકેશને નોકરીમાંથી કાઢી મૂક્યો છે.

મલાઇકાનું ધ્યાન તેની પર્સનલ લાઇફ અને વાતો લીક થવા પર એટલા માટે છે કે, તેનું નામ અર્જુન કપૂર સાથે જોડાઇ રહ્યું છે. બન્નેએ આ સંબંધો અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી, પરંતુ બન્ને ઘણીવાર સાથે જોવા મળે છે. ત્યાં સુધી કહેવાય છે કે, આ વર્ષે મલાઇકા અને અર્જુન લગ્ન કરી શકે છે.

એક બાજુ, મલાઇકા અને અર્જુનની વાતો જોર પકડી રહી છે. જ્યારે બીજી બાજુ, અરબાઝ ખાન જોર્જિયા સાથે જોવા મળી રહ્યો છે. તે પાર્ટીમાં જોર્જિયા સાથે જોવા મળે છે. હવે જોવાનું એ છે કે બન્નેમાંથી ક્યું કપલ પહેલાં લગ્ન કરશે?
First published: January 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com