Home /News /entertainment /શું મલાઇકાએ અર્જુનને લગ્ન માટે હા પાડી દીધી? જાણો એક્ટ્રેસે શું કર્યા ખુલાસા

શું મલાઇકાએ અર્જુનને લગ્ન માટે હા પાડી દીધી? જાણો એક્ટ્રેસે શું કર્યા ખુલાસા

ફોટોઃ @malaikaaroraofficial

મલાઇકા અરોરાની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેને લઈને લોકો એવી ધારણા કરી રહ્યા છે કે અર્જુન અને મલાઇકા ખૂબ જ જલ્દી લગ્ન કરશે. જેના વિશે મલાઇકાએ પુષ્ટિ કરી છે.

  મુંબઈઃ મલાઇકા અરોરાએ ગઈ કાલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણીએ કેપ્શનમાં લખ્યુ હતું 'I said Yes (મેં હા કહી દીધી છે)'. જેના પરથી લોકોએ એવી ધારણા કરી હતી કે, મલાઈકાએ અર્જુન કપૂરને લગ્ન માટે હા પાડી દીધી છે. લોકો આ પોસ્ટ જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા હતાં. ઉપરાંત મલાઇકાને કોમેન્ટ્સ કરીને અભિનંદન અને શુભકામના પણ પાઠવી રહ્યા હતાં. હવે આ વાતમાં કેટલી હકીકત છે એ પણ મલાઇકાએ જાતે જ પુષ્ટિ કરી દીધી છે.

  આજે થોડા સમય પહેલા જ મલાઇકાએ પુષ્ટિ કરી છે કે તેણે ડિઝની પ્લસ હોટસ્ટારના રિયાલિટી શોને હા પાડી છે. જ્યાં લોકો મલાઇકાને નજીકથી એ રીતે જોઈ શકશે, જેવું પહેલા ક્યારેય નહીં જોયુ હોય. તેણે કેપ્શનમાં એ પણ ઉમેર્યુ, થોભો, તમે કઈ વાત વિશે વિચારી રહ્યા હતા? 5 ડિસેમ્બરે મળીએ.

  આ પણ વાંચોઃ સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે છૂટાછેડા લઈ લીધા? નજીકના મિત્રએ આપ્યું મોટું નિવેદન   
   

   

   


  View this post on Instagram


   

   

   

   

  A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

  મલાઇકા અને અર્જુન ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા છે, પરંતુ તેઓએ 2019માં જ અર્જુનના જન્મદિવસ પર જ જાહેરમાં તેમના સંબંધની પુષ્ટિ કરી હતી. બંનેને લાંબા સમયથી લગ્ન વિશે પ્રશ્નો પુછવામાં રહ્યાં છે અને અર્જુને હંમેશા ઇન્ટરવ્યુમાં જાળવ્યું છે કે એક વખત નક્કર નિર્ણય લેવામાં આવ્યા પછી તેઓ જ સૌથી પહેલા જાહેરાત કરશે. કોફી વિથ કરણમાં તાજેતરના એપિસોડમાં અર્જુને જણાવ્યુ કે, લગ્ન તેના માટે ફક્ત કાર્ડની વહેંચણી નથી.

  આ પણ વાંચોઃ 'સેલ્ફ પ્રેગ્નેન્ટ...' વિશે એક્ટ્રેસે કર્યો ખુલાસો, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

  અર્જુને જણાવ્યુ હતું કે, "હું મારા કામ પર ફોકસ કરવા માંગુ છું. હું જોવા માંગુ છું કે હું ક્યાં જાઉં છું. હું એક વાસ્તવિક વ્યક્તિ છું. હું કંઈપણ છુપાવતો નથી અને હું શરમાળ પણ નથી. હું હજુ મારી જાતને સ્થિર કરવા માંગુ છુ, ના ફક્ત આર્થિક રીતે. . જો હું ખુશ છું, તો જ હું મારા જીવનસાથીને ખુશ કરી શકું છું, અને ઘણી બધી ખુશી મારા કામથી જ આવે છે."  અર્જુને ઈન્ટરવ્યુમાં કહ્યુ કે, મે એક નાનું પગલું લઈને મારા આ સંબંધને સાર્વજનિક કર્યા છે. કારણકે અમે જાણીએ છીએ કે આ કરવું કેમ જરુરી છે.

  આ પણ વાંચોઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરીની પહેલી તસવીર થઈ વાયરલ, શું તમે જોઈ ?

  કોફી વિથ કરણ પર અર્જુને કહ્યું, “હું હંમેશા લોકો વિશે પહેલા વિચારુ છું. એની સાથે રહેવું તે મારી ઈચ્છા છે, પણ હું એવી માન્યતા નથી ધરાવતો કે બઘા જ મને સમજે. હું તેમને આગળ વધવા માટે પરવાનગી આપું છુ. હું એવું નહીં માની શકું કે બધા જ મને સરળતાથી સમજૂી લે... એવું પણ નથી કે અમે કપલ રીતે વાત નથી કરી રહ્યા. પણ આ નાનકડાં પગલા છે. તે એક સામાન્ય સમજ છે કે તેનું પણ જીવન છે. તેને એક પુત્ર પણ છે. અને હું જ્યાંથી આવુ છુ તે એ ભૂતકાળને પણ જાણે છે.
  Published by:Hemal Vegda
  First published:

  Tags: Arjun Kapoor, Bollywood actress, Bollywood બોલિવૂડ, Malaika Arora, અર્જુન કપૂર, મનોરંજન, મલાઇકા અરોરા ફોટો

  विज्ञापन
  विज्ञापन