મલાઇકાએ અર્જુન કપૂરની તસવીર પર લખ્યું 'So Cute', લોકોને મજા પડી!

News18 Gujarati
Updated: February 12, 2019, 2:30 PM IST
મલાઇકાએ અર્જુન કપૂરની તસવીર પર લખ્યું 'So Cute', લોકોને મજા પડી!
મલાઇકા, અર્જુન (ફાઇલ તસવીર)

અર્જુન કપૂરની બાળપણની આ તસવીરને યૂઝર્સ તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો, પરંતુ મલાઇકા અરોરાની એક કોમેન્ટ પર બધા યૂઝર્સનો પ્રેમ ફિક્કો પડી ગયો હતો!

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :  કોઈ કેટલું પણ છૂપાવવાનો પ્રયાસ કરે પરંતુ સોશિયલ મીડિયાના આ જમાનામાં તમામ પ્રયાસો નિષ્ફળ રહેતા હોય છે. હાલ મલાઇકા અને અર્જુન કપૂર પોતાના સંબંધોને લઈને ખુલ્લીને કંઈ નથી બોલી રહ્યા. પરંતુ સોશિયલ મીડિયામાંથી આજકાલ એવી એવી વાતો સામે આવી રહી છે જે એવું સાબિત કરે છે કે બંને રિલેશનમાં છે. તાજેતરમાં જ અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. અર્જુન કપૂરની બાળપણની આ તસવીરને યૂઝર્સ તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો, પરંતુ મલાઇકા અરોરાની એક કોમેન્ટ પર બધા યૂઝર્સનો પ્રેમ ફિક્કો પડી ગયો હતો!

મલાઇક અરોરાએ આ તસવીર પર લખ્યું છે કે "હાહાહા સો ક્યૂટ." મલાઇકાની આવી કોમેન્ટ બાદ લોકોનું ધ્યાન તસવીર પરથી હટીને તેની કોમેન્ટ પર આવી ગયું હતું. આ કોમેન્ટ પર લાઇક્સનો વરસાદ થઈ ગયો હતો. મલાઇકાની કોમેન્ટને 19 કલાકમાં 283 લોકોએ લાઇક કરી હતી. લોકો આ અંગેના સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે.
 View this post on Instagram
 

So finally here is my first look for Panipat !!! #Angryyoungman #mrgrumpy #poser4life #baldjun


A post shared by Arjun Kapoor (@arjunkapoor) on
સેલેબ્સના ફેન્સ અવારનવાર સોશિયલ મીડિયા પરથી જ તેમના સંબંધો અંગે અંદાજ લગાવી લેતા હોય છે. મલાઇક અને અર્જુન કપૂર વિશે પણ કંઈક આવું જ છે. કારણ કે અવારનવાર બંને સાથે નજરે પડે છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે. થોડા દિવસ પહેલા જ એવા સમાચાર આવ્યા હતા કે અર્જુન કપૂર અને મલાઇકા વર્ષ 2019માં લગ્ન કરી રહ્યા છે. હવે આ વાતમાં કેટલું તથ્ય છે એતો આ જોડી કંઈક ખુલ્લીને બોલે તો જ ખબર પડશે.
First published: February 12, 2019
વધુ વાંચો
अगली ख़बर