મુંબઇ: મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનાં અફેરની વાતો હાલમાં ચારેકોર થઇ રહી છે. થોડા દિવસોથી મલાઇકા અને અર્જુનનું નામ ખુબજ ચર્ચાઇ રહ્યું છે તેઓ ઘણી વખત સાથે પણ જોવાઇ ગયા છે. જોકે બંને તેમનાં સબંધોને લઇને ક્યારેય કંઇ બોલયા નથી.
મલાઇકાએ મંગળવારે ઇટલીમાં તેનો જન્મ દિવસ ઉજવ્યો હતો. સોર્સિની માનીયે તો મલાઇકાએ તેનો જન્મ દિવસ અર્જુન કપૂર સાથે ઉજવ્યો હતો. બર્થ ડે ઉજવીને તે પાછી ફરી તો કરણ જોહરે મસ્તી કરતાં તેને પુછ્યુ પણ હતું કે તેણે તેનો જન્મ દિવસ કોની સાથે સેલિબ્રેટ કર્યો ? શું તે એકલી જ હતી. મલાઇકા ત્યારે આ સવાલનો જવાબ આપવું ટાળતી પણ નજર આવી.
આ વીડિયો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનાં મંચનો છે. જેમાં કરણ મલાઇકા અને કિરણ ખેર સાથે મસ્તી કરતો નજર આવે છે. સોર્સિસની માનીયે તો અર્જુન મલાઇકા તેમનાં સંબંધોને ખુબ જલદી ઓફિશિયલ કરવાનાં છે. થોડા મહિનાથી તેમનાં વચ્ચેની કેમેસ્ટ્રી સ્પષ્ટ જોવા મળે છે. જ્યારે અર્જુન કપૂર ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનાં મંચ તેની ફિલ્મનાં પ્રમોશન માટે આવ્યો હતો ત્યારે બંને એકબીજાનો હાથ પકડીને આવ્યા હતા અને બંનેએ સ્ટેજ પર સાથે ડાન્સ પણ કર્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર